દીપક જગતાપને ગુરુ દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરાયા.

સમાચાર

અખિલ ભારતીય શ્રી ક્ષત્રિય આહિર શીમ્પી સમાજ , મધ્યવર્તી સંસ્થા દ્વારા નર્મદાના સનિષ્ઠ શિક્ષક દીપક જગતાપ ને “ગુરુ દ્રોણાચાર્યા પુરસ્કાર આપતા જાહેર કાર્યક્રમમા તેમને સન્માનિત કરાયા


રાજપીપલા તા 13

શિક્ષણ , સાહિત્ય અને વિજ્ઞાન જગતના ત્રિવેણી સંગમસમા હમણાં જ નિવૃત થયેલા દીપકભાઈ જગતાપને ગુરુ દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા છે .તતેઓ મરાઠીભાષી હોવાથી તેમનાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સમાજના શિક્ષકોનુ તાજેતરમા સન્માન કરાયુ હતુ.જેમા અખિલ ભારતીય શ્રી ક્ષત્રિય આહિર શીમ્પી સમાજ , મધ્યવર્તી સંસ્થા દ્વારા નર્મદાના સનિષ્ઠ શિક્ષક દીપક જગતાપ ને “ગુરુ દ્રોણાચાર્યા પુરસ્કાર આપતા રાજપીપલા ખાતે એક જાહેર કાર્યક્રમમા તેમને સન્માનિત કર્યા હતા .જેમા શ્રી સિધ્ધેશ્વર સ્વામી, તથા નર્મદાજિલ્લા શિક્ષણાધીકારી નર્મદાના નૈષધ મકવાણા ,તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધીકારી જયેશ પટેલની ઉપસ્થિતી મા તેમનાં હસ્તે પુષ્પ કલગી આપી , શાલ ઓઢાડી , ગુરુ દ્રોણાચાર્ય પુરસ્કાર આપી થી સન્માનિત કરાયા હતા .અને સમાજનુ ગૌરવવ ધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે મધ્યવર્તી સંસ્થાના
રાષ્ટ્રીય અધ્યક્ષ રવીન્દ્ર બાગુલનો આભાર માન્યો હતો

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા

TejGujarati