નાંદોદ તાલુકાના મોટી ભમરી ગામ પાસેથી કુલ્લે કિ.રૂ. ૩,૯૧,૨૦૦ નો દારૂ નો મુદ્દા માલ ઝડપાયો.

સમાચાર

આરોપીની ધરપકડ કરતી એલ.સી.બી.નર્મદા પોલીસ
રાજપીપળા તા 13
એલસીબી પોલીસ નર્મદા ના પીઆઈએ.એમ.પટેલ, તથા સી.એમ, ગામીત
પો.સ ઇ, એલ, સી.બી.
એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતાતે દરમ્યાન અ.હે.કો. અશોકભાઇ ભગુભાઇ
તથા અ.હે.કો. વિજયભાઇ ગુલાબસીંગ ને બાતમી મળેલ કે મોટી ભમરી ગામ ખાતે વિદેશી દારૂનો જથ્થોછે એવી બાતમીને આધારે
મોટી ભમરી ગામ ખાતે રેઇડ કરતા બોલેરો ગાડી નં. GJ-22-U-1529માં ભારતીય બનાવટનો
ઇગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ-૯૧૨ કિ.રૂ. ૯૧,૨00/- તથા બોલેરો ગાડી-૧ કિ.રૂ. ૩,00,000/-
સાથે કુલ્લે કિ.રૂ. ૩,૯૧,૨00/- ના મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમા આરોપી નિતીનભાઇ વિઠ્ઠલભાઇ વસાવા
(રહે.મયાસી તા.નાંદોદ જી.નર્મદા)ને ઝડપી પાડેલ તથા અન્યઆરોપીઓ (૧) વિનોદ વસાવા રહે. વેલખંડી
(૨) મનુરભાઇ મધુરભાઇ વસાવા રહે, મોટીભમરી તા,નાંદોદ જી,નર્મદા. (૩) અશોકભાઇ રહે,
દડગામ તા,અલકુવા) નંદુરબાર નાસી જતા આ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પ્ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહીહાથ કરીછે

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા

TejGujarati