આજ કી ખબરે. કોમ નાં મેનેજીંગ ડાયરેક્ટર તુષારત્રિવેદી પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી નાં કરકમલો સન્માનિત….

સમાચાર

ગુજરાત રાજ્ય નાં મિલ્ક સિટી આણંદ સમીપ વલ્લભ વિદ્યાનગર નાં મૂળ વતની અને ખૂબ વર્ષો પુણે માં પોતાની વ્યવસાયિક સમાચાર સેવા સાથે સાથે સંગીત નિ કારકિર્દી નાં શિખરો સર કર્યા એટલું જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ નાં જેલ સ્થિત કેદીઓને સુધારવા માટે કરાઓકે સંગીત પ્રશિક્ષણ આપી ને
‘બંદીવાન કલા રજની’ કાર્યક્રમ નાં ભારત માં પ્રથમ આયોજક અને કોરોના મહામારી નાં સમય માં પોતાની સમાચાર સેવા આપી ને જનહિત તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નો તેમજ પોલીસ વિભાગ અને સાબરમતી જેલમાં રહેલા કેદીઓ નાં 1200 પરિવાર જનો ને રાશનકીટ સામાજીક સંસ્થા દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં વિશેષ સહયોગ બનેલ ઉમદા પત્રકાર, લેખક અને દિગ્દર્શક સંગીતકાર, પાર્શ્વગાયક તરીકે જાણીતા એવા મોઢ બ્રાહ્મણ સમાજ નું ગૌરવ તથા ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિયેશન નાં સંસ્થાપક અખિલ ગુજરાતી રાજસ્થાની લોક સંગીત સાંસ્કૃતિક પ્રતિસ્થાન નાં સંસ્થાપક તુષાર ત્રિવેદી ને પદ્મ શ્રી. ડાહ્યાભાઈ શાસ્ત્રી દ્વારા અલારસા પાસે લાલપુર સ્થિત એક ગૌશાળા નાં દ્વારા મહાયજ્ઞ પ્રસંગે આણંદ જિલ્લાના તમામ પત્રકાર, ડોક્ટર અને સ્વીટી માસી ત્થા પૂર્વ સાંસદ દિલીપ ભાઈ મણીભાઈ પટેલ અને મહેશભાઇ પટેલ બીજેપી પ્રમુખ તથા કલ્પેશ મહારાજ, હિતેશ ભટ્ટ, આદિ માન્યવરો નિ ઉપસ્થિતિ માં સન્માનિત કરવામાં આવ્યા હતા.

TejGujarati