રાવણનો પત્ર. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

સમાચાર

રાવણનો પત્ર
પ્રિય સાસરીવાળાઓ,
મંદુના સૌ પિયરવાસીઓને મારા નમસ્કાર.. મજામા હશો, રામમંદિરના શિલાન્યાસ વખતે મારી આવવાની ઘણી ઈચ્છા હતી.. પણ આવી શકાયુ નહિ… મંદુનો પણ ઘણો આગ્રહ હતો..તેણે કહયુ પણ હતું. આપણે અયોધ્યા જવા પુષ્પક આપ્યુ હતુ.. તો આપણને મારા પિયરવાળા તમને આવવા જવા એમનું પુષ્પક નહિ આપે..? સારુ થયુ તમે તમારુ પોતાનું પુષ્પક વસાવી લીધું. બાકી આપણને પુષ્પક વગર જરીએ ના ચાલે… શુ કહો છો?
કાલે જ અમારા ભાતાશ્રી કુંભકર્ણના નિંદ્રાવર્ગમા સુંદર રીતે પર્ફોર્મન્સ કરનારા કેટલાંક વ્યકિતઓ બિહાર ચૂંટણી પ્રવાસે આવ્યા હશે.. ચૂંટણી પતે કે તૂર્ત જ એમને પરત મોકલવા વિનંતી છે.. એમના વર્ગ બગડવા ન જોઈએ..
રામજન્મ પ્રદેશના પેલા નિર્દોષ અબુધ હાથરસી બાળકોને પણ દશેરા પહેલા મુકત કરજો.. બધા રાવણ કાંઈ બાળવાના હોય…
આ વખતે તમે મને બાળવાના નથી.. એ સમાચાર સાંભળીને બહુ જ દુખ થયુ.. રોજરોજ જાતે બળીને કંટાળો આવે છે.. વરસમા એક વાર પોતાના લોકોના હાથે
બળવાની શુ મજા હોય છે એ તમને નહિ સમજાય..
દુખ ખાલી એ વાતનું છે રામના દેશની પ્રજા ન સાચા રામને ઓળખી શકી ના ખરા રાવણને… નહિતો આ દેશમા રોજ કોઈ ને કોઈ અંહકારીનુ દહન થતુ હોત.. અને ખાતરીપૂર્વક કહુ છુ એ રાવણ તો ના જ હોત…
ખાલી એક જ વાતનું ખંડન કરવાનુ છે.. માતા સિતાના હરણ વખતે જેણે ભગવો ધારણ કર્યો હતો. તે હું નહોતો.. ભગવા વસ્ત્રો નહિ ભગવી ત્વચા હોવી જોઈએ
દશેરાના દિવસે પણ મારે આત્મનિર્ભર થઇ જાતે બળવુ પડશે… શુ કરું? ખરેખર ખોટા માણસને બાળવાની તમારામા હિમ્મત નથી..
તમારો જ… લંકેશ

ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •