*જિલ્લાના રમતવીરો માટે રોજગારીની ઉત્તમ તક..૧૫મી ઓક્ટોમ્બરે શાહીબાગ ખાતે જિલ્લા કક્ષાનો ઈ-મેગા જોબ ફેર યોજાશે*

ગુજરાત સમાચાર

અમદાવાદ: જિલ્લા રોજગારી કચેરી અમદાવાદ દ્વારા આ મહિનાની ૧૫ મી ઓક્ટોમ્બર ના રોજ ઇ-ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુઓ ભાગ લેશે.
રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ હેઠળની સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા તાજેતરમાં ખેલાડીઓ માટે રોજગાર માર્ગદર્શનની નવી યોજના કાર્યરત કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેર અને ગ્રામ્ય ના રમતવીરો કે જેઓએ માન્ય રમતોમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ હોય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક અથવા ભાગ લીધો હોય તેવા પદક વિજેતા ખેલાડીઓ માટે ઉક્ત ભરતીમેળામાં ૧૫ મી ઓક્ટોમ્બરના રોજ રોજગારી મેળવવાની ઉત્તમ તક મળી રહેશે. બહોળા પ્રમાણમાં રોજગારી ભરવા માટે રોજગારવાંચ્છુ યુવાનો ને રોજગાર વેબિનાર ઈ-ભરતીમેળામા ભાગ લેવા રોજગારવાંચ્છુ ઉમેદવારો પોતાની વિગત આપેલ લિંક .https://tinyurl.com/yyacdt25. ઉપર અપલોડ કરેલ યુવાનોને આઈ ડી મીટીંગ નંબર અને પાસવર્ડ આપવામાં આવશે.જે માટે તારીખ ૧૨ મી ઓક્ટોમ્બર સુધીમાં રોજગાર વાંચ્છુ રમતવીરોને નામ નોંધાવવા જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા એક યાદીમાં જણાવ્યુ છે.

TejGujarati