રાજપીપળા ખાતે નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના શિક્ષકો દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.

ટેક્નોલોજી સમાચાર

કોવિડ મહામારીમાં ઓનલાઇન શિક્ષણ અને ઘરે જઈને ફરિયાદ શિક્ષણની કામગીરી સાથે કોરોના માટે જરૂરિયાત મંદોને 50 થી વધુ શિક્ષકોએ રક્તદાન કર્યું.

રક્તદાન થકી કોરોના માં શિક્ષકો દ્વારા થયેલું રક્તદાન જરૂરિયાત મંદોને પહોચશે -નૈષધ મકવાણા જિલ્લા શિક્ષણ અધિકારી, નર્મદા.

રક્તદાન થકી સમાજ સેવા ઉત્તમ સેવા છે – સિદ્ધેશ્વર સ્વામી.

રાજપીપળા, તા. 9

શિક્ષણવિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત , જિલ્લા શિક્ષણાધીકારી કચેરી તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધીકારી કચેરી નર્મદા, રાજપીપલા અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ , રાજપીપલા આયોજિત કોવીદ -19 મહામારીમા વિકટ સમયે જરૂરિયાત માટે મન્દો રાજપીપલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાના શિક્ષકોના રક્તદાન શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના શિક્ષકોએ રક્તદાન કર્યુ હતું. જેનુ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે પૂ.સીધ્ધેશ્વર સ્વામી, જિલ્લા શિક્ષણાધીકારી નર્મદાના નૈષદ મકવાણા ,તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધીકારી જયેશ પટેલ, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ ,અને મંત્રી દીપક જગતાપ,અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક રાજપીપલાના ચેરમેન એન.બી.મહિડા , ડો. આર.એમ.જાદવની ઉપસ્થિતીમા આ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી નર્મદાના નૈષેધ મકવાણાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે શિક્ષણ સચિવ વિનોદરાવની સૂચનાથી સમગ્ર રાજ્યના શિક્ષકોને રક્તદાન કરવાનો આહવાહન કરતા નર્મદા જિલ્લામાં બંને જિલ્લા શિક્ષણઅધિકારીઓ દ્વારા બે તબક્કામાં આજે ત્રણ તાલુકાના 50 થી વધુ શિક્ષકોએ રક્તદાન કરીને કોરોના માં રક્તની જરૂરિયાત ને પૂરી પાડયા ને આનંદ વ્યક્ત કર્યો હતો.
જ્યારે સિદ્ધેશ્વર સ્વામીજીએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે રક્તદાન થકી સમાજસેવા જ ઉત્તમ સેવા છે.સમાજ માટે રસ્તો માટે કરેલા સેવાકીય કામો ઉપરાંત પુનામાં રક્તદાન તેમજ અન્ય સેવાકીય કામો બિરદાવવા લાયક છે. તેમને રેડક્રોસ સોસાયટી અને જનકલ્યાણ સેવાની રક્તદાનની કામગીરીને બિરદાવી સમાજના અન્ય લોકો પણ સાચી સમાજ સેવા કરે એમ જણાવી રક્તદાન કરવા બદલ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.અને સમાજ ઉપયોગી કામો કરતા રહેવાનો આહવાહન કર્યું હતું.જ્યારે રેડક્રોસ સોસાયટીના ચેરમેન એન.બી.મહિડાએ રક્તદાનનું મહત્વ સમજાવી કોરોનામાં રક્તની અછત વચ્ચે રક્તદાન કેમ્પમાં ગોઠવી જરૂરિયાતમંદો સુધી પહોંચાડીને સોથી વધુ લોકોની જિંદગી બચાવી છે. આ સેવાકાર્યમાં મીત ગ્રુપ, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ તથા જનકભાઈ મોદીની અંતરિયાળ વિસ્તારમાં જઇને રક્તદાન કેમ્પ કરવા બદલ તેમની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.
આ પ્રસંગે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ તરફથી માસ્ક, બોલપેન બિસ્કીટ ના પેકેટ રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રમાણપત્ર, કાર્ડ, મગ તથા રૂમાલ વગેરેનો રક્તદાતાઓને વિતરણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનુ સફળ આયોજન કલમભાઈ વસાવાએ અને કાર્યક્રમનુ સંચાલન ભરતભાઈ પરમારે કર્યુ હતુ

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati