રાજપીપળા ખાતે રાષ્ટ્રધર્મ વિજય યાત્રાનું ભવ્ય સ્વાગત.

સમાચાર

 ગંગોત્રી ધામ ઉત્તરાખંડ થી પ્રારંભ થયેલી યાત્રા કળશમાં ગંગા માતાનું પવિત્ર જળ ભરીને સમસ્ત બાર જ્યોતિર્લિંગમાં ગંગાજળથી અભિષેક કરવામાં આવ્યો છે – સંત શ્રી 1008 નર્મદાનંજી બાપજી.

 રાષ્ટ્રધર્મ સંસ્કૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જનજાગૃતિ લાવવા નો મુખ્ય ઉદ્દેશ્ય.

 રાજપીપળા, તા.9

રાજપીપલા ખાતે રાષ્ટ્રધર્મ વિજય યાત્રાનું સ્વાગત 

રાજપીપળા ખાતે રાષ્ટ્રધમૅ વિજય યાત્રાઆવી પોહચી હતી.જેમાં સંત શ્રી 1008 નર્મદાનંદજી બાપજીનો રાષ્ટ્ર ધર્મ સંસ્કૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જન જાગૃતિ લાવવાનો તેમનો ઉદ્દેશ્ય છે. વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ અજીતસિંહ રાઠોડ સાથી કાર્યકરો કીર્તનભાઈ પુરોહિત,  કનુભાઈ પટેલ, સુજલભાઈ મિસ્ત્રી, પ્રગ્નેશ રામી દિપાલભાઈ સોની,નિલેશ તડવી, ધવલ તડવી હાજર રહી યાત્રાનું સ્વાગત કર્યું હતું.અને સ્વામીજીનું સ્વાગત કર્યું હતું.

 પરમ પૂજ્ય 1008 નર્મદાનંદજી મહારાજ રાષ્ટ્રધર્મ વિજય યાત્રાના આગમન રાજપીપળા આગમન થતાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આ યાત્રાને સફળ બનાવવા માટે નવદુર્ગા હાઇસ્કુલમાં સત્સંગ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નર્મદાનંદજી બાપજીએ જણાવ્યું હતું કે, લીધો છે. તા. 29 સપ્ટેમ્બર 2019 ના રોજ ગંગોત્રી ધામ ઉત્તરાખંડથી પ્રારંભ થયો હતો. ત્યાર થી બાર કળશ ગંગા માતાનું પવિત્ર જળ ભરીને કેદારનાથ, ઝારખંડ, યંબકેશ્વર, નાસિક, ધૃષમેશ્વર, વેરુલ, આ સમસ્ત જ્યોતિલિંગમાં ગંગાજળથી અભિષેક કરવામાં આવ્યો હતો. યાત્રાનું સમાપન નજર નિહાલતે આશ્રમ ઓમકારેશ્વર ખાતે કરવામાં આવશે.રાષ્ટ્રધમૅ વિજય યાત્રાનું નવીન, અભિયાન દેશના અનેક રાજયોમાં ફરી

બાર હજાર કિમીનું અંતર કાપશે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

 રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •