એક સલામ – ઘરકામ કરનારી કામવાળીનું કામ કરી આપતી M.B.A.ગુજરાતી યુવતી અશ્વિની શાહ અને તેના પતિને!

સમાચાર

*** એક અનોખી મદદ .. !!

*** મુંબઈના કાંદિવલી સ્ટેશન પાસે રોજ સવારે ૪.૦૦થી ૯.૦૦ વાગ્યા સુધી અશ્વીની શાહ નામની ગુજરાતી યુવતિ તેના પતિ સાથે બટાકા પૌંઆ,ઇડલી,ઉપમા,પરાઠા,વડાપાંઉ જેવી વાનગીઓ વેચવા ઊભી રહે છે !

૧૦.૩૦ વાગે અશ્વિની શાહ અને તેનો પતિ બન્ને તેમની નોકરી કરવા પહોંચી જાય છે !
બન્ને MBA થયેલા છે અને મોટી રકમના પગારદાર છે !
તોપણ તેઓ રોજ વહેલી સવારે આ બધી વાનગીઓ તૈયાર કરી વેચવા કેમ ઊભા રહેતાં હશે તેવો સવાલ થવો સ્વાભાવિક છે !

અશ્વીની શાહની કામવાળીના પતિનો આ ધંધો છે પરતું તેને લકવો થવાથી તે ધંધો કરવા ઉભો રહી શકે તેમ નહી હોવાથી આ કામ અશ્વિની અને તેના પતિએ ઉપાડી લીધું છે !

તેમની કામવાળી બધી વાનગીઓ તૈયાર કરી રાખે છે તે વેચીને અશ્વિની તેની કામવાળીનું કામ કરી આપે છે !

આજકાલ કોઈને ઘડિકની નવરાશ હોય નહી તોપણ ઘરકામ કરનારી કામવાળીનું કામ કરી આપતી ગુજરાતી યુવતિ અશ્વિની શાહ અને તેના પતિને સલામ !

ધન દાન કરતાં ચડિયાતું શ્રમદાન !
જે કોઈપણ સ્વસ્થ શરીર અને કરુણામય દિલવાળા કરી શકે !

TejGujarati