ચેરમેન પદે દિનેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે રમણભાઈ તડવી બિનહરીફ ચૂંટાયા.
ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારોનો ભવ્ય વિજય .
રાજપીપળા,તા.8
આજ રોજ રાજપીપળા એપીએમસી ખાતે રાજપીપળાની નાંદોદ તાલુકા સહકારી જીનિંગ પ્રેસિંગ એન્ડ કોટન ટેલર સોસાયટીની ચૂંટણી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આ ઉમેદવારોની સામે કોઇ ઉમેદવારે ઉમેદવારી નોંધાવતા ઘનશ્યામ પટેલની પેનલના બંને ઉમેદવારો ચેરમેન પદે દિનેશભાઈ શિવલાલભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે રમણભાઈ ભીમાભાઇ તડવી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આજે એપીએમસી ખાતે પ્રાંત અધિકારી કે.ડી ભગતના અધ્યક્ષ સ્થાને ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.જેમાં સામે પક્ષે કોઇ ઉમેદવારી ન આવતા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાતા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.અને બંને વિજેતાઓને સર્વેનો આભાર માની સ્વચ્છ અને લોકાભિમુખ વહીવટ કરવાની ખાતરી આપી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા