એચ.એ.કોલેજમાં માર્કેટીંગ ઉપર ચોથો નેશનલ વેબીનાર યોજાયો.

કલા સાહિત્ય ટેક્નોલોજી સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં સ્ટડી સર્કલ ધ્વારા “ધી કરંટ ટ્રેન્ડસ ઓફ માર્કેટીંગ” વિષય ઉપર ચોથો રાષ્ટ્રીય કક્ષાનો વેબીનાર યોજાઈ ગયો. આ વેબીનારમાં જીએલએસ યુનિવર્સિટીના એમબીએ વિભાગનાં પ્રા.ડૉ.ધ્રુવ ભ્રહ્મભટ્ટ તથા ગોવાના જાણીતા કોર્પોરેટ ટ્રેઈનર ડૉ.પ્રદીપ સલગાવંકરે તજજ્ઞો તરીકે વક્તવ્યો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે માર્કેટીંગમાં સૌ પ્રથમ કંપનીની પ્રોડક્ટની ક્વોલીટી સૌથી અગત્યની છે તથા ગ્રાહકને સમજવો જરૂરી છે. ગ્રાહકોને વિવિધ ચોઈસ મળતી હોવાથી કોઈપણ કંપની માટે ટકવું અઘરૂ છે. આજના સમયમાં જે કંપની ટેકનોલોજીનો ઉપયોગ કરશે તથા ડાટા જેની પાસે હશે તેની પ્રગતી જલદી થઇ શકે છે. ટેકનોલોજીમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ચેટબોટ્સ, ઇન્ટરએક્ટીવ કન્ટેન્ટ વિગેરે પ્લેટફોર્મના ઉપયોગથી પ્રોડક્ટસની જાહેરાત કરવામાં આવે છે જેનાથી ખુબજ સરળતાથી ગ્રાહક સુધી પહોંચી શકાય છે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજના ગળાકાપ હરીફાઈના યુગમાં જે કંપનીની પ્રોડક્ટ ક્વોલીટી આધારીત હશે તથા ગ્રાહકને સંતોષ આપી શકશે તે કંપની પ્રગતી કરી શકે છે. આ નેશનલ વેબીનારમાં ગુજરાતના આચાર્યો, અધ્યાપકો તથા ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

TejGujarati