મલ્ટીપ્લેક્ષ ખુલે છે..- ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

સમાચાર

1.એક તો બગીચા બંધ, સ્કૂલો કોલેજો બંધ, અને થિયેટરો પણ બંધ….આ કોરોનાકાળમા સોથી વધારે નુકશાન સાંપ્રત લવસ્ટોરીઓને થયુ છે..
2.મલ્ટીપ્લેક્ષમા બેઠા પછી પણ પિકચર ન જોનારા કપલ માટે આ હાલાત કાંઇ ઠીક નથી… સાલા અલગ બેસાડશે… એના કરતા S. T. ની મુસાફરી વધારે સારી..
3.મલ્ટીપ્લેક્ષમા ખાલી તમે ફિલ્મ જ જોઈ શકશો..
4.ગાઈડલાઈન એવી છે કે તમે ફિલ્મ જોવા જાવ છો કે બોર્ડર ક્રોસ કરો છો..તમે નકકી જ નહી કરી શકો..
5. ધડી ધડી પાસે આવીને ફિજિકલ ડિસ્ટન્ટીંગની ધજ્જિયા ઉડાવનારા સાહસી કપલ માટે થિયેટરવાળાએ અલગ વ્યવસ્થા કરવાના છે..એવુ સાભળ્યુ છે.
06.બે સરકારી જાહેરાત વચ્ચે ફિલ્મ જોવાની રહેશે..
7.કપલો સાભળી લો… મધ્યાંતર પ્રમાણમા લાંબો હશે.
અને મધ્યાતર દરમિયાન અંધારૂ નંઈ કરવામા આવે
* મલ્ટીપ્લેક્ષ જાતે કેટલાક ઉપાય કરી શકે *
1.કપલના કિસ્સામા દરેક સારસ બેલડીને પાંચ જેટલી હરોળના અંતરે, વિપરિત દિશામા બેસાડે…
2.અંધારાનો લાભ લઇ કોઈ કપલ શુધ્ધ આચારસંહિતા નો ભંગના કરે તે માટે દરેક હરોળમા થિયેટરવાળા પોતાના માણસ તૈનાત કરી શકે.
3.કોરોના મહામારી પ્રેક્ષકોને યાંદ રહે તે માટે, દર સાત આઠ મિનિટે નિમાયેલ કર્મચારીઓ પ્રેક્ષકોને મોબાઇલમા વાત કરતા પહેલા જે ચેતવણી આવે છે તે રૂબરૂ સંભળાવે..
4.કુદરતી હાજત વખતે પણ સંબધિત કર્મચારીઓને પુછીને ટોઈલેટ જવા દેવામા આવે. ખાસ કરીને બોરિંગ ગીતો વખતે આની વિશેષ કાળજી લેવામા આવે.
5.માર્ક કરેલી સીટ ઉપર એવા ગેઝેટ લગાવવામા આવે કે બેસનાર તૂરંત જ પકડાય જાય..
6.વધુ પડતી સેનિટાઇઝ થયેલી સીટોના કારણે કોઈ વધારે નશામા ન આવી જાય એનુ ધ્યાન રાખવા દરેક હરોળમા એકાદ ડોકટર પણ રાખવામા આવે..
7.અડધી ફિલ્મ છોડી જનાર ઈસમને શંકાસ્પદ ગણી એનો કોરોના ટેસ્ટ કરવામા આવે…
8.ફિલ્મની શરૂઆતના અડધા કલાક અને અંતના અડધા કલાક પહેલા કોઈને બહાર ન જવા દેવામા આવે.
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati