બંને કંપનીના કોન્ટ્રાક્ટરો અને કામદારોની માંગણીઓ
1- લોકડાઉનમાં કોન્ટ્રાક્ટરો અને કામદારોની સ્થિતિ ખાસ્સી ખરાબ થઇ ગઇ હતી. બંને કંપનીના સંચાલકોએ કંપની શરૂ થઇ ગયા પછી કોન્ટ્રાક્ટરો અને કામદારોના તેમના નિકળતા રૂપિયા આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ આજ દિન સુધી ચુકવણી કરાઈ નથી.
2-બંને કંપની દ્વારા કોન્ટ્રાક્ટરો અને કામદારોને કોરોનાથી બચવા માટે કોઇ પણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતું નથી. કંપની દ્વારા સેનેટાઇઝર મશીનની પણ વ્યવસ્થા કરાઇ નથી. કોઇપણ લેબરને કોરોના થાય તો કંપનીમાં જે તે સ્થળને સેનેટાઇઝ પણ કરાતુ નથી. આ સુવિધા આપવા માટે કોન્ટ્રાક્ટરો અને કામદારો સતત માંગણી કરીને થાકી ગયા છે.
જેથી રોષે ભરાયેલાં કોન્ટ્રાક્ટરો અને કામદારો અચોક્કસ મુદ્તની હડતાળ પર ઉતરી રહ્યા છે.
