અમદાવાદના FCI ગોડાઉનથી સરકારી અનાજનો કાળાબજાર
1220 કટ્ટા ચોખાના સીધા નરોડાના પદ્માવતી મીલમાં ઉતર્યા
પદ્યમાવતી રાઇસ મીલ કાળાબજારના ઘઉ ચોખા ખરીદવામાં નામચીન
પદ્માવતી મીલના માલીક પ્રવીણની પોલીસ ધરપકડ કરે તો વધુ ગુના ઉકેલાશે
*અમદાવાદ શહેરના કાળીગામ વિસ્તારમાં આવેલ FCI ગોડાઉનથી સરકારી અનાજના કાળાબજારનો મામલો સામે આવ્યો છે. FCI ગોડાઉનથી 1220 કટ્ટા ચોખાના જે સાણંદ ખાતેના સરકારી ગોડાઉને જમા કરવાના હતાં તે સીધા નરોડામાં સરકારી અનાજ ખરીદવામાં કાળાબજારની નામચીન પદ્માવતી રાઇસ મિલમાં ઉતરી ગયાની સરકારે જ ફરિયાદ નોંધાવી છે.*
વીઓઃ-
અમદાવાદ શહેરના કાળીગામ વિસ્તારમાં આવેલ FCI ગોડાઉનથી સરકારી અનાજનો જથ્થો સીધા કાળાબજારમાં નરોડાની પદ્માવતી રાઇસ મિલમાં ઉતારી દેવાના મામલે સાણંદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થઇ છે.
ગુજરાત સરકારના સરકારી ગોડાઉનના આસ્ટીટન્ટ મેનેજર કેતુલભાઇ મેહશ ભાઇ પટેલે ત્રણ શખ્સો ગુલામ રસૂલ બચુભાઇ સંઘી ( ડ્રાઇવર) યુસુફભાઇ રસુલભાઇ કાજી અને કાળાબજારના સરકારી અનાજના જથ્થા ખરીદવામાં નામચીન પદ્માવતી રાઇસમીલ નરોડાના માલિક સામે ફરિયાદ નોંધાવેલ છે.
FCI ગોડાઉનથી સરકારી અનાજ એવા ચોખાના 1220 કટ્ટાનો જથ્થો ભરી સાણંદના સરકારી ગોડાઉને ઉતારવાનો હતો તે ત્રણ જુદી-જુદી ટ્રકો ( ટ્રક નંબર જીજે01 એ વાય-8054માં 420 કટ્ટા, તેમજ જીજે01 એ.વાય 8254 માં 400 કટ્ટા ઘઉં ભરેલ, તથા જીજે01 એ.વાય 8831માં 400 કટ્ટા ચોખા ભરીને સીધાજ નરોડા ખાતે આવેલ પદ્માવતી રાઇસ મીલ ખાતે ઉતારવામાં આવ્યો હોવાનો ગાંધીનગરના મદદનીશ અન્ન અને નાગરિક પુરવઠા અધિકારીના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
ગાંધીનગર પુરવઠા અધિકારીઓની ટીમ તપાસ માટે સાણંદ સરકારી ગોડાઉને હાજર હતી ત્યારે ટ્રક ડ્રાઇવર માત્ર ટ્રક એન્ટ્રી કરાવવા માટે ખાલી ટ્રકો લઇને ગોડાઉને પહોંચ્યા હતા. આ 3 ટ્રકોમાં 1220 કટ્ટા હતા, ડ્રાઇવરની પુછપરછ કરતા આખરે ડ્રાઇવર અધિકારીઓ સામે ભાંગી પડ્યો હતો અને તેને કબૂલાત કરી હતી કે તેણે આ તમામ કટ્ટા બારોબાર નરોડાની પદ્માવતી મિલમાં ઉતારી દીધો છે. આથી ટ્રકને ગોડાઉનમાં જમા લઇ આખરે ગોડાઉન મેનેજર મારફતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
જો કે આ ફરિયાદ સામે ટ્રકોના જીપીએસ સિસ્ટમ પ્રમાણે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે, પણ સરકારી અનાજનો જે જથ્થો આમ જનતા ને રેશનીંગ ઉપર આપવામાં આવે છે, તે સીધા કાળાબજારમાં મીલરો ખરીદી લે છે..અને નરોડાની આ પદ્માવતી મીલ કાળાબજારના જથ્થાને ખરીદવા માટે નામચીન છે પણ આખરે ફરિયાદ થઇ છે. જો કે અમદાવાદ શહેરના બાપુનગર નરોડા મેઘાણીનગર વટવા, રખિયાલ મણીનગર સહિત અનેક વિસ્તારોના રેશનીંગની દુકાને આવતા સરકારી ઘંઉ અને ચોખા જાત-જાતના જુના ખાલી કટ્ટામાં પલટી મારીને બદલીને પણ આ મીલમાં ઉતરતા હોવાની અનેક ગંભીર બાબતો પણ છે, જેની તપાસ કરવામાં આવે તો અનેક લોકોને કાળાબજાર હેઠળ પાસામાં જેલના સળિયા પાઠળ ધકેલી શકાય પણ હવે જોવાનું એ છે, કે આ પોલીસ ફરિયાદ બાદ પદ્માવતી મીલના માલિકની ધરપકડ કરી ઉંડી તપાસ થશે કે કેમ અને અનેક ગુનાઓ સામેથી પડદો ઉચકાય એ જરૂરી છે, પણ આ પદ્માવતી મીલના માલિક પ્રવીણ સામે પણ પાસા જેવા ગંભીર ગુના હેઠળ કાર્યવાહી થશે કે કેમ..તે પ્રશ્ન તો હજુ છે..જ કેમ કે ઘણી વખત નાનો શિકાર ઉભો કરી મોટાને પોલીસ બચાવી લેતી હોય છે..