જામનગર એસપી ઓફીસ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. સરકાર પર ઠાલવ્યો રોષ..ન્યાયની કરી માંગ..

ગુજરાત ભારત સમાચાર

જામનગર: થોડા દિવસ અગાઉ યુપીમાં રાહુલ ગાંધી રાહુલ ગાંધી સાથે થયેલ દુવ્યવહાર અને યુપી રાજસ્થાનમાં યુવતી સાથે દુષ્કર્મની બનેલ ઘટના ઉપરાંત જામનગરમાં યુવતી સાથે ગેંગરેપ મુદ્દે જામનગર કોંગ્રેસ દ્વારા એસપી ઓફીસ ખાતે મૌન રૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, ઝેનબબેન ખફી, સારાહબેન ઉપરાંત અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ વિવિધ બેનર સાથે ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા હાલની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિરુદ્ધ ફિટકાર વરસાવ્યો હતો અને સરકારને નિષ્ફળ ગણાવી હતી. ઉપરાંત પકડાયેલ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉચારી હતી. આખા દેશમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે વિપક્ષ તેના આકરા મુડમાં આવી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું છે ખાસ કરી ભારતમાં હાલની સરકારમાં દીકરીઓ મહિલાઓ સુરક્ષિત નથી અને સરકાર બેટી બચાવો બેટી પઢાવોના નિયમને ખોટું સાબિત કરતી હોય તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો હતો.

TejGujarati