જીતો લેડિઝ વિંગે રામદેવનગરમાં અબોલા પશુ અને પક્ષીઓ માટે જીતો જીવદયા પાર્કનું ઉદ્ઘાટન કર્યું

સમાચાર

જીતો લેડિઝ વિંગે રામદેવનગરમાં અબોલા પશુ અને પક્ષીઓ માટે જીતો જીવદયા પાર્કનું ઉદ્ઘાટન કર્યું

· પશુઓ માટે વિનામૂલ્ય ચારાનું વિતરણ કરાશે

· એક ચબુતરા અને બટરફ્લાય પાર્કનું પણ નિર્માણ કરાયું

અમદાવાદ, 05 ઓક્ટોબર, 2020 –સેવા, સુરક્ષા, શિક્ષા અને આર્થિક સ્વતંત્રતાનાસંકલ્પ સાથે ઉમદા કામગીરી નિભાવતાં જીતો લેડિઝ વિંગ (જેએલડબલ્યુ) દ્વારા આજે શહેરના રામદેવનગર પાસે જીતો જીવદયા પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી, અતિથિ વિશેષ શ્રી ગણપતજી ચૌધરી (જીતો એપેક્સના ચેરમેન), વિશેષ અતિથિ શ્રી હિમાંશુભાઇ શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.

જીતો લેડિઝ વિંગ દ્વારા રામદેવનગર વિસ્તારમાં 200/2 મીટર જગ્યામાં વિકસાવવામાં આવેલા જીતો જીવદયા પાર્કમાં અબોલા પશુઓ માટે વિનામૂલ્યે ચારાનું વિતરણ કરાશે તથા એક ચબુતરા અને બટરફ્લાય પાર્કનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જીતો લેડિઝ વિંગના ચેરપર્સન શ્રીમતી સુષ્મા કાંકરિયાએ જણાવ્યું હતું કે, “અમારી કામગીરીમાં જીવદયા હંમેશાથી કેન્દ્રસ્થાને રહ્યું છે અને પશુઓને પર્યાપ્ત ચારો મળી રહે તે ઉદ્દેશ્યથી જીવદયા પાર્ક શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં અમને નવ વર્ષ માટે આ કામગીરી માટે મંજૂરી મળી છે અને તેની સફળતાને આધારે અમે અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ આ ઉદાહરણરૂપ પહેલ વિસ્તારવાની યોજના ધરાવીએ છીએ. મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ જીતો લેડિઝ વિંગ દ્વારા આ પ્રકારના અન્ય પાર્ક્સ વિકસાવવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે સમાજ સેવા માટે હંમેશા કટીબદ્ધ અને અગ્રેસર જીતો લેડિઝ વિંગ દ્વારા કોવિડ-19 મહામારી વચ્ચે જરૂરિયાતમંદ લોકોને પર્યાપ્ત ભોજન મળી રહે તે માટે આહાર દાન એપ લોન્ચ કરવામાં આવી હતી. આ એપ ઉપર અત્યાર સુધીમાં 5થી10 હજાર ટન ફુડ વિતરણ કરાયું છે. વધુમાં મહિલાઓની આર્થિક સ્વતંત્રતાને બળ આપવા માટે સંસ્થા દ્વારા કૌશલ્ય વિકાસ કેન્દ્રો અને તાલીમ કેન્દ્રો પણ ચલાવવામાં આવે છે.

આજે આયોજિત કાર્યક્રમમાં જીતોના ચેરમેન અમિત જૈન, મલય શાહ,જીગિશભાઇ શાહ, જીગિશભાઇ દોશી, રાજીવ છાજેર, જેએલડબ્લુના સેક્રેટરી શ્વેતા હુંડિયા તેમજ જેએલડબલ્યુના ઇનકમીંગ ચેરપર્સન કવિતા જૈન પણ ઉપસ્થિત રહ્યા હતાં

TejGujarati