*સિવિલ હોસ્પિટલમાં વહી દાનની સરવાણી…C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા હાઇટેક મશીનરી ભેટ કરાઈ*

સમાચાર

અમદાવાદ: કોરોનાની મહામારીમાં ઘણા સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા દેશ પર એકાએક આવી પડેલી આપદામાં મદદરૂપ બનવા સ્વેચ્છાએ શારીરિક અને આર્થિક રૂપે સેવા સુશ્રુષાનો ધોધ વહાવ્યો છે.

હાલ પણ કોરોનાની વિકટ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને વડોદરા સ્થિત કંપની દ્વારા સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા વિવિધ કંપનીઓના સહયોગથી C.S.R.પ્રવૃતિઓ એટલે કે કોર્પોરેટ સોશયલ રીસ્પોન્સીબિલીટી (સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ) હેઠળ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને ઉપયોગી નિવળે તેવા હાઇટેક મશીન ભેટ કરવામાં આવ્યા હતા.

યુનાઇટેડ વે એન.જી.ઓ. દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને ગંભીર પરિસ્થિતઓમાં જરૂર પડતા ૨ હાઇ-એન્ડ વેન્ટીલેટર મશીન ભેટ કરવામાં આવ્યા હતા. જે 3 M કંપનીના સહયોગથી બનાવવામાં આવ્યા છે. આ વેન્ટીલેટરની સાથે પોર્ટેબલ એક્સ-રે મશીન, ઇ.સી.જી. મશીન, તેમજ અત્યારે કોરોનાગ્રસ્ત દર્દીની સારવારમાં અસરકારક એવા હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સિસ્ટમ પણ સિવિલ હોસ્પિટલને ભેટ કરવામાં આવી હતી. આની સાથે ૧૧૦ જેટલા બાય પેપ માસ્ક સિવિલ હોસ્પિટલના દર્દીઓને ઉપયોગી નિવડે તે માટે ભેટ કરવામાં આવ્યા છે.

આવી જ રીતે હ્યુન્ડાઇ કંપની દ્વારા કોરોના ફ્રંટ લાઇન વોરીયર્સની સાથે સાથે તેમના પરીવારજનોની પણ દરકાર કરી સંતાનો માટે ટેબલેટ ભેટ કરવામાં આવશે. સરકાર દ્વારા કાર્યરત ડિજીટલ ભારત મિશનને પ્રોત્સાહન આપવાના હેતુસર તેમજ બાળકોને ઓનલાઇન શિક્ષણમાં વધુ પરિપક્વ બનાવવા માટે કંપની દ્વારા ૧૦૦ જેટલા અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ ટેબલટનું વિતરણ કરવામાં આવનાર છે.
આ ટેબલેટ નર્સિસ, લેબ ટેકનીશીયન, એમ્બુયન્લસના ડ્રાઇવર, સફાઇ કર્મચારી, હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડ જેવા કર્મચારીઓ કે જેમના સંતાન ઘોરણ ૪ થી ૧૧ માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા હોય તેમાં ૨ વર્ષનું બાયજુસ ઓનલાઇન એપના સબસ્ક્રિપશન સાથે કોરોના વોરીયર્સને ભેટ કરવામાં આવશે.

યુનાઇટેડ વે એન.જી.ઓ.ના ડાયરેક્ટર ડૉ. બીના વર્દીયાએ કહ્યુ કે અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની શ્રેષ્ઠ સારવાર કરવામાં આવી રહી છે. એશીયાની સૌથી મોટી હોસ્પિટલમાં અમારી સંસ્થા દ્વારા દર્દીઓને ઉપયોગી બની શકાય તે હેતુસર સી.એસ.આર. પ્રવૃતિઓમાં કંપનીઓના સહયોગથી મશીનરી ભેટ કરવામાં આવી છે.સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવવાના હેતુસર આગામી સમયમાં પણ અન્ય સરકારી હોસ્પિટલમાં હાઇટેક મશીન ભેટ કરવાની દિશામાં અમે પ્રતયન્શીલ છીએ.

સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી. મોદીએ યુનાઇટેડ વે સંસ્થા તરફથી હોસ્પિટલને મળેલ અત્યાધુનિક મશીનરીની ભેટને સ્વીકારી સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.આ તમામ મશીનરી હાઇ ટેક અને અત્યંત મોંધી છે. જે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ખૂબ જ ઉપયોગી નિવડશે. હું યુનાઇટેડ વે સંસ્થા દ્વારા સી.એસ.આર. પ્રવૃતિ અંતર્ગત કરવામાં આવેલી આ પહેલને બિરદાવું છુ. આવી જ રીતે અન્ય સંસ્થા અને વ્યક્તિ સમાજઉપયોગી બની દેશને આ મહામારી માંથી ઉગારવામાં મદદરૂપ બને તેમ ડૉ. જે.પી.મોદીએ ઉમેર્યુ હતુ.

TejGujarati