અંધેર નગરી…..- તુલી બેનર્જી.

ટેક્નોલોજી બિઝનેસ સમાચાર


દર વખતે વરસાદ પડે ને અમદાવાદના રોડ ધોવાઈ જાય છે. ચોમાસુ જાય અને નવા રોડ બનાવવાનું શરુ થાય છે.

પ્રજા ના કરોડો રુપિયા રોડ પાછળ વેડફાઈ જાય છે અને હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે હયાત રોડ પર ફરીથી દર વષઁ છ ઈંચના નવા ડામરના રોડ બનાવતા સોસાયટીઓ નીચી થતી જાય છે રોડ ઉંચા થતા જાય છે .

હવે પરિસ્થિત એવી થશે કે આવનાર ચોમાસામાં રોડ ઉંચા થતા સોસાયટીઓ પાણીમાં ડુબશે, સામાન્ય માણસને પણ ખબર પડે કે સોસાયટી કરતા રોડનું લેવલ નીચું હોવું જોઈએ તો મ્યુનિસિપાલિટી ના અધિકારીઓ , રોડ બનાવનાર કોન્ટ્રાકટરો અને શાસક પક્ષને કેમ નથી સમજાતુ કે આધુનિક મશીન કસઁરથી હયાત રોડ નું લેવલ પહેલા ઉતારી અને પછી એના પર નવો રોડ બનાવાય જો હજી પણ આ લોકો નહિ સમજે તો આવનાર સમયમાં આ બધી સોસાયટીઓની અને દુકાનોની હાલત કફોડી થશે અને સમગ્ર અમદાવાદ પાણીના દરીયામાં ફેરવાશે.

#ahmedabad #AMC
Tuli Banerjee, #AhmedabadSpeaks

TejGujarati