જામનગર જયેશ પટેલ ગેંગના હથિયાર સપ્લાયરને એમપીથી ઝડપી પડતી ATS અને જામનગર SOG*

સમાચાર

અમદાવાદ (સંજીવ રાજપૂત) : જામનગરમાં 2019માં જયેશ રણપરિયા ઉર્ફે જયેશ પટેલ દ્વારા રાજાણી પ્રોફેસર પાસેથી 1 કરોડની ખંડણી વસુલ કરવા તેના પર ફાયરિંગ કરવા માટે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઈ નાયકને સૂચના આપી હતી જેથી ઇકબાલ દ્વારા બલવીરસિંહ ઉર્ફે બલ્લુ પાસેથી 1 પિસ્તોલ અને 5 રાઉન્ડ મંગાવેલ. બલ્લુ જયેશ પટેલ ગેંગનો મુખ્ય સપ્લાયર હોવાથી તેના એમપીના ધાર ખાતે હોવાની રાજ્ય ATS ને જાણકારી મળી હતી. ATS અને જામનગર SOG ની સયુંકત ટિમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એમપીના ધાર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી જેને ATS ખાતે લાવવામાં આવતા પૂછપરછમાં તેના દ્વારા 100 થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યા હોવાની કબૂલાત કરી હતી. બલ્લુના વિરુદ્ધ અમદાવાદ, રાજકોટ તેમજ મોરબી જિલ્લામાં પણ ગુના નોંધાયેલ છે. ATS દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

TejGujarati