અનલૉક : બુધસભા 1932 થી દર બુધવારે,સાંજે 7-00 વાગે,ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે બુધસભા મળી.

સમાચાર

અનલૉક : બુધસભા
1932થી દર બુધવારે,સાંજે 7-00 વાગે,ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે બુધસભા મળે છે.પરંતુ વૈશ્વિક મહામારીને કારણે છેલ્લા 6 મહિનાથી બુધસભા મળતી ન્હોતી.તારીખ:30 સપ્ટેમ્બરથી સોશ્યલ ડિસ્ટન્સ સાથે બુધસભા ફરીથી શરૂ થઇ છે.બુધસભામાં કવિતાના ચાહકો અને ભાવકો ઉપસ્થિત રહેતાં હોય છે.કવિઓ પોતાની અપ્રકાશિત કવિતા બુધસભાના અધ્યક્ષશ્રી ધીરુભાઈ પરીખને આપતા હોય છે.શ્રી ધીરુભાઈ કવિતાનો પાઠ કરે અને ત્યારબાદ હાજર રહેલ ભાવકો સાથે કવિતાની ચર્ચા થતી હોય છે.બુધસભામાં કવિતા સારી છે કે નહીં,સારી છે તો kevi રીતે સારી છે.અને સારી નથી તો કવિતામાં શું ખૂટે છે તેની વિશેષ ચર્ચા થતી હોય છે.

TejGujarati