રિયલ એસ્ટેટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત સમૂહ

વિશ્વનાથ બિલ્ડર્સે તહેવારોની સિઝન પહેલાં સેમ્પલ હાઉસના લોન્ચ સાથે કામગીરીનો શુભારંભ કર્યો

સમાચાર

રિયલ એસ્ટેટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત સમૂહ

વિશ્વનાથ બિલ્ડર્સે તહેવારોની સિઝન પહેલાં સેમ્પલ હાઉસના લોન્ચ સાથે કામગીરીનો શુભારંભ કર્યો

અમદાવાદ, 29 સપ્ટેમ્બર, 2020 – ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત સમૂહ વિશ્વનાથ બિલ્ડર્સે આગામી તહેવારોની સિઝનને લક્ષ્યમાં રાખતાં આજે ભવ્ય થ્રી-બીએચકે રેસિડેન્શિયન અને કમર્શિયલ પ્રોજેક્ટ્સ સમમના સેમ્પલ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. સુચારું આયોજન, આકર્ષક ડિઝાઇન, નવા વિચારો અને વૈભવનો પર્યાય આ પ્રોજેક્ટ ઘર ખરીદદારોના સપનાને સાકાર કરશે તેવો વિશ્વાસ છે.

આ પ્રસંગે વિશ્વનાથ બિલ્ડર્સના મેનેજિંગ ડાયરેક્ટર સ્વાગત વ્યાસે જણાવ્યું હતું કે,“એક જવાબદાર રિયલ એસ્ટેટ ગ્રુપ હોવા તરીકે પર્યાવરણ અને સસ્ટેનેબિલિટી અમારી કામગીરીમાં હંમેશાથી કેન્દ્રસ્થાને રહ્યું છે. દરેક વ્યક્તિના પોતાની માલીકીના ઘરના સપનાને સાકાર કરવામાં મદદ કરવાની સાથે-સાથે અમારા દરેક પ્રોજેક્ટ્સની કલ્પના સામાજિક અને પર્યાવરણીય અસરોન ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તથા અમે આ બંન્ને પરિબળો વચ્ચે સંતુલન પ્રાપ્ત કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યાં છીએ. અમારા એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સ સાથે અનુભવી પ્રોજેક્ટ ટીમના સહયોગથી આજે શેલા અને બોપલ વિસ્તારમાં અમે કેટલાંક લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની રચના કરવામાં સફળ રહ્યાં છે.”

નવા પ્રોજેક્ટની વિશેષતાઓ અને સેમ્પલ હાઉસના લોન્ચ અંગે વાત કરતાં વિશ્વનાથ બિલ્ડર્સના સ્થાપક હિતેશ વ્યાસે જણાવ્યું હતું કે, “ગુણવત્તા, વિશ્વાસ અને સમર્પણ અમારા કામગીરીનો મુખ્ય આધાર છે.આપણે કોરોના વાઇરસની ગંભીર અસરોનો સામનો કરીને હવે ધીમે-ઘીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે આગામી તહેવારોની સિઝન પહેલાં આજે સેમ્પલ હાઉસ લોન્ચ કરવાનો બીજો કોઇ ઉત્તમ સમય હોઇ શકે નહીં. કંપનીએ અમદાવાદમાં અત્યાર સુધીમાં 4 મિલિયન સ્કવેર ફુટથી વધુ વિસ્તારમાં બેજોડ પ્રોજેક્ટ્સના નિર્માણ કર્યાં છે તથા 3000 સુખી પરિવારોને તેમના સપનાને સાકાર કરવામાં મદદ કરી છે. સમમ પ્રોજેક્ટ્સ પણ અમારા સમૃદ્ધ વારસાને આગળ ધપાવશે તેવો મને વિશ્વાસ છે. આ પ્રોજેક્ટમાં ગ્રાહકોની જરૂરિયાતો ઉપર વિશેષ ધ્યાન અપાયું છે અને અત્યંત સ્પર્ધાત્મક કિંમતે અમે નિયત સમયમર્યાદામાં પ્રોજેક્ટ ડિલિવર કરવાની અમને આશા છે.”

ઉલ્લેખનીય છે કે વિશ્વનાથ બિલ્ડર્સ રેસિડેન્સ, ટેનામેન્ટ્સ, રો-હાઉસિસ, ટ્વીન હાઉસિસ, પ્લોટિંગ, મીડ-સાઇઝ અને લોક-ઇન્કમ હાઉસિંગથી લઇને લક્ઝુરિયસ અને અલ્ટ્રા-લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ્સ, હાઇ-એન્ડ રિટેઇલ સ્પેસિસ, ઓફિસિસ, રિડેવલપમેન્ટ અને લિઝિંગ પ્રોપર્ટિઝ વગેરેમાં કાર્યરત છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વનાથ બિલ્ડર્સ અને ગાહેડના સંયુક્ત ઉપક્રમે કામદારોની માટે ઓનસાઇટ અને ઓફ-સાઇટ ટ્રેનિંગ જેવી ઉદાહરણીય પહેલ પણ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારો માટે રોજગારની તકોમાં વધારો કરવાનો તથા ક્ષમતા નિર્માણ છે. કુશળ કામદારોના વિશાળ સમૂહની રચના કરવા માટે આ પહેલ અંતર્ગત તેમનું કૌશલ્ય વર્ધન કરવામાં આવે છે, જેથી ઉદ્યોગમાં કુશળ કામદારોની અછતની સમસ્યા પણ દૂર કરવામાં મદદ મળી રહે.

પર્યાવરણની સુરક્ષા માટે હંમેશા કટીબદ્ધ કંપનીએ સીએસઆર પહેલ અંતર્ગત સાઉથ બોપલ વિસ્તારમાં ઔડાના સહયોગથી આશરે 1500 વૃક્ષોનું વાવેતર કર્યું છે. વધુમાં કંપની શ્રમિકો માટે ફુડ કેમ્પ્સ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સ્પોન્સર કરવા અને દરેક કર્મચારીઓની સુરક્ષા માટે તેમનો વીમો કરાવવા જેવી ઉદાહરણીય કામગીરી પણ નિભાવી રહી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ગામડાઓમાં 15 સ્માર્ટ ક્લાસિસ, પીવા માટે સ્વચ્છ પાણી, બાળકો માટે જરૂરી સામગ્રી સાથે લાઇબ્રેરીની સ્થાપના, શારીરિક પ્રવૃત્તિઓ માટે સ્પોર્ટ્સ ઉપકરણો અને આશરે 25 સાઇકલ ઉપલબ્ધ પણ કરાવાવમાં આવી છે

TejGujarati