સમાચાર

*કડી દારૂકાંડ: પીઆઈ દેસાઈના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર*
મહેસાણા કડીના દારૃની હેરાફેરીના ગુનામાં સુત્રધાર ગણાતા પીઆઈ ઓ.એમ.દેસાઈના અગાઉ મળેલા ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા સીટની ટીમ દ્વારા તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યા તપાસનીસ પોલીસ અધિકારી દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવતાં અદલાતે તેઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
*સુરતમિત્ર*
યુક્રેનમાં વાયુસેનાનુ વિમાન ક્રેશ 22ના મોત 28 લોકો સવાર હતા
યુક્રેનઃ યુક્રેનમાં મોટી વિમાન દૂર્ઘટના બની છે. વાયુસેનાનુ એક વિમાન ક્રેશ થઈ ગયુ. માહિતી મુજબ દૂર્ઘટનામાં મિલિટ્રી કેડેટ્સ સહિત 22 લોકો માર્યા ગયા. વળી બે લોકોના ગંભીર રીતે ઘાયલ થવાના સમાચાર છે. જે માહિતી મળી રહી છે
*સુરતમિત્ર*

*સુરતમિત્ર*
*રેલવે અધિકારી અને તેના મિત્રએ છોકરી સાથે રેપ કર્યો*
ભોપાલમાં DRM ઓફિસમાં સિક્યોરિટી કાઉન્સિલર પદ પર ફરજ બનાવે છેઆરોપીનો છોકરી સાથે ફેસબુક ઉપર પરિચય થયો હતો
ભોપાલ રેલવે સ્ટેશનની VIP ગેસ્ટ હાઉસમાં 22 વર્ષની છોકરી સાથે રેપ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો આરોપ રેલવેના એક અધિકારી તથા તેના મિત્ર પર છે. છોકરીને નોકરી અપાવવાની લાલચ આપી ફસાવીને ભોપાલ બોલાવી હતી. પોલીસે આરોપી અધિકારીની ધરપકડ કરી લીધી છે.
*સુરતમિત્ર*
*અનિલ અંબાણીએ કોર્ટને કહ્યું- મારું ગુજરાન પત્ની અને પરિવાર કરે છે*
ત્રણ ચાઇનીઝ બેન્કે અનિલ અંબાણી સામે UKની કોર્ટમાં કેસ કર્યો છેઅનિલ અંબાણીએ કહ્યું- મારી પાસે હાલમાં માત્ર એક જ કાર છે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ શુક્રવારે લંડનની અદાલતમાં તેની સામે ચાલી રહેલા કેસમાં કોર્ટને જણાવ્યું હતું કે તે હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે.
*સુરતમિત્ર*
*ગુજરાતમાં દારૂબંધી દૂર કરવા શંકરસિંહે માગ્યો પ્રજાનો સાથ*
ગુજરાતમાં દારૂબંધીની છૂટ આપવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અભિયાન શરૂ કર્યું છે, જેમાં શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? તો હેશટેગ સાથે પોસ્ટ કરી અવાજ ઉઠાવોના માધ્યમથી શંકરસિંહે રાજ્યમાં દારૂબંધી દૂર કરવા પ્રજાનો સાથ મેળવવાની શરૂઆત કરી છે.
*સુરતમિત્ર*
*અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ ન રહેતાં ગુજરાતનું કપાયું કદ રૂપાલા વેતરાયા*
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. જોકે તેમાં ગુજરાતમાંથી એકમાત્ર સરપ્રાઈઝ તરીકે ભાવનગર સાંસદ ભારતી બહેન શિયાળની પસંદગી થઈ છે. ગુજરાત ભાજપમાં અનેક વરિષ્ઠ નેતા છે. પરંતુ જે.પી.નડ્ડાની નવી ટીમમાં એક પણ મોટા ગજાના નામ નથી. પરંતુ સરપ્રાઈઝ તરીકે ગુજરાતમાંથી એકમાત્ર ભારતીબહેન શિયાળને સ્થાન મળ્યુ છે.
*સુરતમિત્ર*
*વેશ્યાવૃત્તિ કોઈ ગુનો નથી મુંબઈ હાઈકોર્ટે*
બોમ્બે હાઈકોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે વેશ્યાવૃત્તિ એ કોઈ કાનૂની ગુનો નથી. કોઈપણ પુખ્ત સ્ત્રીને પોતાનો વ્યવસાય પસંદ કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ પુખ્ત મહિલાને તેની સંમતિ વિના લાંબા ગાળા સમય સુધી મહિલા ગૃહમાં રાખી શકાતી નથી. વેશ્યાવૃત્તિના આક્ષેપોને કારણે સુધારણા ગૃહમાં રાખેલી 3 યુવક યુવતીઓની અરજી પર આ કહ્યું હતું. 3 મહિલાઓને મુક્ત કરવાની પણ સુચના આપી હતી.
*સુરતમિત્ર*
*ભરૂચના મનસુખ વસાવાએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો*
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. ભરૂચ વસાવાએ ગરૂડેશ્વર પાસે બનાવાયેલા વિયર ડેમમાં યાંત્રિક ખામી હોવાની આશંકા વ્યક્ત કરી વડાપ્રધાન મોદીને આ બાબતે પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ જણાવ્યું કે વિયર ડેમના કારણે પાણીનો પ્રવાહ વધવાથી ગરૂડેશ્વર પાસે આવેલા ધાર્મિક સ્થળોને નુકસાન થયું છે. તેમજ ગરૂડેશ્વર કાંઠા વિસ્તારના બંને બાજુના ખેડૂતોની જમીનોનું ધોવાણ થયું છે.
*સુરતમિત્ર*
*સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનેલુ જંગલ સફારી પાર્ક ફરી થશે શરૂ*
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનેલુ જંગલ સફારી પાર્ક પહેલી ઓક્ટોબરથી ફરી શરૂ થવા જઈ રહ્યુ છે જંગલ સફારી પાર્કની મુલાકાત લેનારા દરેક પ્રવાસીએ માસ્ક પહેરવુ ફરજીયાત રહેશે આ ઉપરાંત ટેમ્પ્રેચર ચેક કર્યા બાદ જ જંગલ સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે. એક કલાકમાં પચાસ પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે. 65 વર્ષથી વધુ ઉંમરના અને 10 વર્ષની નાની ઉંમરના લોકોને હાલ પુરતો પ્રવેશ નહી આપવામાં આવે.
*સુરતમિત્ર*
*મંત્રીએ ડેરીને તાળું મારી દીધુ*
બનાસકાંઠાના ધાનેરાના આશિયા ગામે ડેરીના મંત્રીની મનમાની સામે આવી છે. મંત્રીએ સભ્યો અને પશુપાલકોને વિશ્વાસમાં લીધા વિના ડેરીને તાળું માર્યું હતુ. હલકી ગુણવત્તાવાળા દૂધનું બહાનું કાઢી ત્રણ દિવસથી ડેરી બંધ કરી હતી. દૂધ ચેક કરવાનું મશીન હોવા છતાં પણ આખા ગામનું દૂધ હલકી કક્ષાનું છે એમ કહી તાળું માળ્યુ હતુ.
*સુરતમિત્ર*
*વિદેશની નદીઓમાં જોવા મળતો નજારો હવે ગુજરાતમાં જોવા મળશે*
વિદેશની નદીઓમાં જોવા મળતી હોવરક્રાફ્ટ બોટ હવે ગુજરાતમાં જોવા અને તેની સવારી માણવા મળશે. આવનારા વર્ષોમાં રાજ્યમાં બારેમાસ પાણી રહેતી નદીઓમાં પાણીને ચીરતી આવી હોવરક્રાફ્ટ જોવા મળશે. રાજ્ય સરકારે ટુરીઝમને વેગ આપવા હવે નદીઓમાં જળપરિવન સેવા શરૂ કરવા રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
*સુરતમિત્ર*
*આજે યોજાશે JEE એડવાન્સ પરીક્ષા, દેશભરના 1.6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું છે રજિસ્ટ્રેશન*
આઈઆઈટીમાં પ્રવેશ માટે JEE ની એડન્વાસન્સ પરીક્ષા આજે યોજાઈ રહી છે. જેમાં સવારે 9થી 12 અને બપોરે 2.30 થી 5.30 એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. જેઈઈ એડવાન્સ પરીક્ષા માટે દેશભરના 1.6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
*સુરતમિત્ર*
*ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કિટ વિતરણ કાર્યક્રમ પૂર્વે વેપારીઓની અટકાયત*
કચ્છા મુખ્ય મથક ભુજમાં 100 જેટલા વેપારીઓની અટકાયત કરવામાં આવી હતી. મંડપ એસોસિએશન દ્વારા ટાઉનહોલ પાસે વિરોધ કરાયો હતો. લગ્ન, ઇવેન્ટમાં છૂટછાટ આપવાની માંગ સાથે વિરોધ કરાયો હતો. ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કિસાનોને કિટ વિતરણ કાર્યક્રમ પૂર્વે વેપારીઓની અટકાયત કરી હતી.
*સુરતમિત્ર*
*સુરત: કંપનીના માણસોને ખેડૂતોએ તગેડી મુક્યા*
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં જમીન સંપાદન મામલે ખેડૂતોએ વિરોધ કર્યો. કામરેજ તાલુકાના દિગસ ગામે જમીન ચકાસણી માટે આવેલા કંપનીના માણસોને ખેડૂતોએ તગેડી મુક્યા હતા અને જમીન સંપાદન માટે લાવેલા સાધનો પણ હટાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઈવેની કામગીરીની લઈને વિવાદ ચાલી રહ્યો છે. વળતર મામલે ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે.
*સુરતમિત્ર*
*ભાજપે કોંગ્રેસના ગઢમાં પાડ્યું ગાબડું*
ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકો માટેની પેટાચૂંટણીની આગામી દિવસોમાં જાહેરાત થવાની છે. એ પહેલા ભાજપે કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. ડાંગ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ત્રણ સિનિયર નેતાઓ ભાજપમાં જોડાયા છે. રૂપાણી સરકારના મંત્રી ગણપત વસાવાને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં મોટી સફળતા મળી છે.
*સુરતમિત્ર*
*વકીલ દેવજી મહેશ્વરીની હત્યા મામલે સફળતા*
રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો મુખ્ય આરોપી મુંબઈથી ઝડપાયો. ક્રાઈમ બ્રાન્ચ અને રાપર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આરોપી ઝડપાયો. જેનો રાપર પોલીસ કબજો મેળવીને મુંબઈથી રાપર આવવા રવાના થઈ. મહત્વનું છે કે વકીલ દેવજી મહેશ્વરીની હત્યા મામલે જિલ્લા પંચાયતના પ્રમુખના મોટાભાઇ સહિત કુલ 9 લોકો વિરૂદ્ધ મૃતક ફરિયાદ નોંધાઈ છે.
*સુરતમિત્ર*
*મંત્રી પુરષોત્તમ સોલંકી ફરી સક્રિય*
છેલ્લા કેટલાંય દિવસોથી રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વહેતી થઇ છે જેમાં રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરષોત્તમ સોલંકીનુ પત્તુ કપાઇ શકે છે. છેલ્લા કેટલાય વખતથી બિમારીને કારણે મંત્રી પુરષોત્તમ સોલંકી સચિવાલયમાં જ આવતા જ નથી.
*સુરતમિત્ર*
*શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે બંધ વાહનોની લાંબી કતારો*
રાજસથાનના શિક્ષક ભરતી આંદોલન ચાલુ રહ્યું છે આ આંદોલનના પગલે અરવલ્લી જિલ્લામાંથી પસાર થતો શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે નં.8 છેલ્લાં બે દિવસથી બંધ છે. જેને લઈ શામળાજીથી મોડાસા વચ્ચે 30 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી છે
*સુરતમિત્ર*
ઔદ્યોઔદ્યોગિક હેતુ માટે ખરીદેલી જમીન અન્ય હેતુ માટે જંત્રીથી વેચી શકાશે
અમદાવાદ ગુજરાત વિધાનસભામાં સરકારે ગુજરાત ગણોત વહિવટ અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક ૨૦૨૦ પસાર કર્યુ છે. જે અંતર્ગત હવે રાજ્યમાં ઔદ્યોગિક હેતુ માટે ખરીદાયેલી જમીન અન્ય હેતુ માટે જંત્રીથી વેચી શકાશે. જે માટે સરકાર દ્વારા વધુમા વધુ ૧૦૦ ટકા અને ઓછામા ઓછી ૨૫ ટકા સુધી જંત્રી લેવાશે. આ કાયદા હેઠળ રાજ્યમાં હવે કૃષિ,આરોગ્ય અને શૈક્ષણિક સંસ્થા માટે કલેકટરની પૂર્વ મંજૂરી વિના ખેતીની જમીન ખરીદી પણ શકાશેગિક હેતુ માટે ખરીદેલી જમીન અન્ય હેતુ માટે જંત્રીથી વેચી શકાશે
*સુરતમિત્ર*
*ખાસ વાચક મિત્રો માટે*
*સુરતમિત્ર ૧૦ વર્ષોથી આપની સેવામાં*
અમે તમારી માટે લાવ્યા છીએ ફાસ્ટ ન્યૂઝ દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અપટેડ સમાચારો સુરત ગુજરાત સહિત દેશભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા માટે *છેલ્લા ૬-વર્ષોથી* અમે આપના સુધી સોશિયલ મીડિયા વોટ્સઅપ માધ્યમ દ્વારા આપ સુધી પહોંચાડતા આવ્યા છીએ સમાચારો આપને યોગ્ય લાગે તો તમારા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરશોજી. જય હિન્દ -જય જય ગરવી ગુજરાત *Editor Vinod Meghani- 98980 76000*
*tha and*

TejGujarati