ફાર્મસિસ્ટ ડે, દુનિયાભરમાં ફાર્મસિસ્ટ કોરોના સામેની જંગમાં અડીખમ ઊભા રહ્યા સંખ્યાબંધ ફાર્મસિસ્ટ કોરોના સંક્રમિત થયા પરંતુ સેવા અટકી નહી.

સમાચાર

વિશ્વભરમાં કોરોનાની મહામારીને લઈને લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે તબીબો અને મેડિકલ સ્ટાફ બાદ ફાર્માસિસ્ટ કોરોના સામેની જંગમાં લોકો માટે અડીખમ ઉભા રહ્યા છે. દુનિયાભરમાં ૨૫મી સપ્ટેમ્બરે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી થઈ રહી છે ત્યારે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોના ફાર્માસિસ્ટ તથા મેડીકલ સ્ટોરના ફાર્માસિસ્ટ કોરોના સામેની જંગમાં ફ્રન્ટલાઈન વોરિયર તરીકે લડી રહ્યા છે.અમદાવાદ સહિત દેશ અને દુનિયાભરમાં સંખ્યાબંધ ફાર્મસિસ્ટ થયા પરંતુ તેમની સેવા અટકવા દીધી નથી.

ફાર્માસિસ્ટ ડેની સોલા સિવિલ હોસ્પિટલના ચિરાગ સોલંકી અને તેમની ટીમે અવિરત કામગીરી યથાવત રાખી ઉજવણી કરી હતી જ્યારે કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ ફેડરેશનના જશવંત પટેલ તથા ફાર્મસી કાઉન્સિલ ના મોન્ટુ પટેલ પણ તમામ મિત્રોને તેમની સેવાકીય કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે ઓનલાઇન મેડિસિન ને લઈને લોકોના જીવન સાથે ચેડા થઇ રહ્યા હોવાના મુદ્દે ઓનલાઇન મેડિસિન પ્રથા બંધ કરાવવાની માગણી પ્રબળ કરી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •