*કડી ખાતે અખિલ વિશ્વકર્મા યુવા સંઘ, ગુજરાત પ્રદેશ દ્વારા વિશ્વકર્મા જયંતિ કાર્યક્રમ યોજાયો.*

સમાચાર

મહેસાણા: અખિલ વિશ્વકર્મા યુવા સંઘ, ગુજરાત પ્રદેશ દ્વારા મહેસાણા જિલ્લા ના કડી મુકામે વિશ્વકર્મા જયંતિનો કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને શ્રી મધુસુદનભાઈ મિસ્ત્રીજી – ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેન્ટ્રલ ઇલેક્શન કમિટીના ચેરમેનશ્રી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશે ધર્મિષ્ઠાબેન ગજ્જર – પ્રમુખશ્રી અમદાવાદ જિલ્લા મહિલા મોરચા ભાજપ, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી મનોજ રાઠોડ ઉત્તર ગુજરાત શિવસેનાના ઇન્ચાર્જ સુરેશભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના આયોજક અખિલ વિશ્વકર્મા યુવા સંઘ- ગુજરાત પ્રદેશના યુવા પ્રમુખ શ્રી હર્ષદભાઈ ગજ્જર તથા કૌશલ ગજ્જર- યુવા મોરચા ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અને ચિરાગ ગજ્જર, તરૂણ ગજ્જર, અંકિત પંચાલ, દશરથ ગજ્જર, રાજુભાઇ કડિયા, કડીના તમામ દાતાશ્રીઓ યુવા મિત્રોની મદદથી સફળ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

TejGujarati