શ્રી પંડિત દીનદયાળજીની 104 મી જન્મ જયંતિ નો કાર્યકમ વોર્ડ નંબર-૪ ખાતે આવેલ બાપા સીતારામ ચોક, કલોલ-માણસા રોડ, કલોલ રેલ્વે ખાતે યોજાયો.

સમાચાર

તારીખ- ૨૫ સપ્ટેમ્બર,૨૦૨૦ શુકવારનાં રોજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના પ્રચારક,જન સંઘ ના સંસ્થાપક અને અધ્યક્ષ, પ્રખ્યાત લેખક, મહાન રાજનીતિક ઉત્કૃષ્ઠ સંગઠનકર્તા, અંત્યોદય ના પ્રણેતા અને એકાત્મ માનવ દર્શન ના સંવાહક અમારા પથદર્શક અને પ્રેરણાસ્ત્રોત શ્રીઈ પંડિત દીનદયાળ જીની 104 મી જન્મ જયંતિ નો કાર્યકમ વોર્ડ નંબર-૪ ખાતે આવેલ બાપા સીતારામ ચોક, કલોલ-માણસા રોડ, કલોલ રેલ્વે પૂર્વ વિસ્તાર ખાતે રાખેલ હતો, જેમાં કલોલ નગર પાલિકા નાં કાર્યકારી પ્રમુખ શ્રી પ્રકાશભાઈ વરઘડે, કલોલ નગર પાલિકા નાં પૂર્વ પ્રમુખ શ્રી લવભાઈ બારોટ અને ગાંધીનગર જીલ્લાનાં પૂર્વ મહામંત્રી અને કલોલ નાગરીક સહકારી બેન્ક નાં પૂર્વ ચેરમેન તથા હાલ માં ૩૮ કલોલ વિધાનસભા નાં ઇન્ચાર્જ, લોકસભા ગાંધીનગર (શ્રી અમિતભાઈ શાહ સાહેબ) શ્રી ગોવિંદભાઈ પટેલ, કલોલ શહેર ભાજપ પ્રમુખ શ્રી જે.કે.પટેલ, કલોલ શહેર ભાજપ મહામંત્રી શ્રી નરેશભાઈ પ્રજાપતિ, ગાંધીનગર જીલ્લા ભાજપ પ્રમુખ અનુ. જાતિ મોર્ચા શ્રી નીલેશભાઈ આચાર્ય, કલોલ શહેર ભાજપ મંત્રી શ્રીમતી અનીલાબેન પટેલ, કલોલ શહેર ભાજપ નાં હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તા, સામાજિક આગેવાનો વિસ્તારની જનતાની ઉપસ્થિત માં પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા (ફોટો)પર પુષ્પાંજલિ અને ફૂલ અર્પણ કરવામાં આવ્યા. તથા લોકસભા ગાંધીનગર નાં સાંસદ અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા માર્ગદર્શનથી આ કોરોનાની મહામારી સામે રક્ષણ હેતુ થી ફ્રી માસ્ક અને સેનીટાઇજર વિતરણ કરવા આપવામાં આવ્યું.

TejGujarati