વડીલોની કલમે…સંગાથે’ (લઘુકથા) “લૉકડાઉન ” શ્રી નટવર આહલપરા રાજકોટ.

ભારત સમાચાર

21/9/2020

‘વડીલોની કલમે…સંગાથે’

(લઘુકથા)
“લૉકડાઉન ”

શ્રી નટવર આહલપરા
રાજકોટ

ચકી ઉડે. કાગો ઉડે. મોરલો ઉડે. હાથ ઊંચા થતાં હતાં. પૌત્ર બોલ્યો ‘ગાય ઊડે! ‘દાદાએ હાથ ઊંચો કર્યો. સૌ ખડખડાટ હસ્યાં.
પછી તો ભમરડો, લખોટીની રમત. કયારેક દાદાની તો કયારેક દાદીની વાતાઁ. જોડકણાં, ઉખાણાંની મજા તો ઓર જ હતી!
કાલીઘેલી ભાષામાં પૌત્ર-પૌત્રીએ ઓનલાઈન બાળવાતાઁ હરીફાઈમાં નંબર મેળવ્યો હતો. ઘરમાં સવઁત્ર રાજીપો.
ચાર મહિના પસાર. ત્યાં એક ગતકડું આવ્યું.શાળામાંથી મેસેઝ આવ્યો. વાલીશ્રી અમે આપનાં બાળકો ને ઓનલાઈન ભણાવીને ઓનલાઈન પરીક્ષા લઇશું.
બાળકોનાં કાનમાં હેન્ડસફી અને હાથમાં લેપટોપ! કૌતુક થતું હતું!
પણ ઘર મંદિર અને કિલ્લો બની ગયું હતું. દાદા-દાદી વ્યાજને જોઈને હરખાતાં હતાં. અને મનોમન બોલ્યા ‘ભલે રહયું આ લોકડાઉન!
શ્રી નટવર આહલપરા
(રાજકોટ)

TejGujarati