ગુજરાત હાઇકોર્ટના એક એડવોકેટ ને ચાલુ કોર્ટ પ્રોસિડિંગ માં ધુમ્રપાન કરવું પડયું મોંઘુ.

સમાચાર

વીડિયો કોન્ફરન્સથી થયેલી સુનાવણીમાં એક વકીલે ગાડીમાં બેઠા બેઠા કેસ ચલાવવાની સાથે ધૂમ્રપાન કરતા કોર્ટે વ્યક્ત કરી ભારોભાર નારાજગી.. વકીલ ને દસ હજાર રૂપિયાના દંડ કરવાની સાથે રજિસ્ટ્રાર judicial ને આ મામલે કોર્ટે તપાસના આદેશ આપ્યા… વકીલો વીડિયો કોન્ફરન્સિંગ થી કોર્ટમાં કેસ ચલાવે એ વખતે કોર્ટની ગરિમા જળવાય તે પ્રકારનું વર્તન રાખવું જરૂરી હોવાનું કોર્ટે ટાંક્યું… વકીલોના ગેર જવાબદાર વર્તનથી કોર્ટની ગરિમાને ઠેસ પહોંચે તે ચલાવી નહીં લેવાય.. હાઇકોર્ટ… વકીલોના આવા વર્તન બાબતે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અને બાર કાઉન્સિલ યોગ્ય પગલાં લે એવું પણ કોર્ટનો નિર્દેશ… વીડિયો કોન્ફરન્સથી ચાલતા કેસ ચલાવવા વકીલ પોતાના ઘર કે ઓફિસ થી કેસ ચલાવે તેવો કોર્ટનો આદેશ… ગાડીમાં બેઠા બેઠા કે ખુલ્લા મેદાનમાં ઊભા રહી અને વિડીયો કોન્ફરન્સથી કેસ ચલાવવા જોઈએ નહીં તેવો કોર્ટનો નિર્દેશ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •