ગુજરાતી ફિલ્મોની સબસીડી ઉચ્ચગુણવત્તાવાળી ફિલ્મો બનવાવા પ્રેરણા સમાન

સમાચાર

ગુજરાતી ફિલ્મોની સબસીડી ઉચ્ચગુણવત્તાવાળી ફિલ્મો બનવાવા પ્રેરણા સમાન

સબસીડી માટે નવી ગાઇડ લાઇન બહાર પાડી પછી તો રોંગસાઇડ રાજુ, ઢ, હેલ્લારો ,રેવા આ બધી ફિલ્મ નેશનલ એવોર્ડ લઇ આવી.. આરતી પટેલ

ફિલ્મોની સબસીડી મુદ્દે ફિલ્મ પ્રોડયુસર્સ આરતી પટેલે તાજેતરમાં સોશિયલ મિડીયા થકી તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે, ફિલ્મની સબસીડીના મુદ્દે ગમે તેવી વાતો કરે, તેમાં જે ગરસમજ છે,એ વિષે સ્પષ્ટ કહીએ તો સબસીડીએ ગુણવત્તાસભર ફિલ્મો બને તેને પ્રોત્સાહનરૂપે અપાતી રકમ છે. યાદ રહે કે તે ફિલ્મ માટેનો ખર્ચ અપાતો નથી,સરકાની પેનલમાં 100 થી વધુ ફિલ્મ ઉદ્યોગના નાંમાંકિત મહાનુભાવોની પેનલ સ્ક્રીનીંગ કમીટીમાં છે.જેમાં ગૌરાંગ વ્યાસ,માધવરામાનુજ,વર્ષાબેન અડાલજા, મિહીરભાઇ ભુતા, મનોજભાઇ જોષી જેવા અસંખ્ય સન્માનીય સભ્યો છે.મહ્તવની વાતએ કે ફિલ્મની તમામ બાબતો. ટેકનીકલ સાથે જોવામાં આવે છે.આ બધી વાત એટલે હુ અધિકૃત રીતે કહી રહી છું કારણ કે બે ત્રણ વાર સ્ક્રનીંગ પેનલમાં હિસ્સો લઇને ફિલ્મો જોઇ છે.ખરી વાત તો એ છે કે ફિલ્મો માટે સબસીડી શુકનિયાળ છે કેમ વળી, સબસીડી માટે નવી ગાઇડ લાઇન બહાર પાડી પછી તો રોંગસાઇડ રાજુ, ઢ, હેલ્લારો ,રેવા આ બધી ફિલ્મ નેશનલ એવોર્ડ લઇ આવી.તે ની પાછળનુ કારણ ગુજરાતી ફિલ્મની સબસીડીમાં ખાસ હેતુ ફિલ્મ નિર્માણને વેગ અને ઉચ્ચ ગુણવત્તાવાળી ફિલ્મોનુ નિર્માણ થાય તે પ્રોત્સાહન પુરૂ પાડવાનુ છે.
ગુજરાતી ફિલ્મોના જાણિતા લેખક કેશવ રાઠોડે જણાવ્યુ હતુ કે, સરકાર સબસીડી ભલે આપે છે,તે ફિલ્મ બનાવવાના પ્રોત્સાહન રુપે આપે છે.તેને હક ન સમજી બેસાય. તમને 5 લાખ તે દસ લાખ સબસીડી મળે તે તમે જાતે થોડા નક્કી કરશો.તે સરકારની કમીટી નક્કી કરે તે ફિલ્મની વાર્તા ટેકનીકલ,ગુણવત્તા પ્રજામાં લોકપ્રિયતા તે તમામ પાસાઓ જોઇને આપે છે. દરેક પોતાની રીતે મને આટલા રુપિયા ફિલ્મમાં સબસીડી મળશે તે નક્કી ન કરી શકે,મરાઠી ફિલ્મોમાં દસ વર્ષ પહેલા ફિલ્મોમાં સબસીડી આપવામાં આવી અને તેના કારણે સારી ફિલ્મો બનવા લાગી અને તેમની કેટલીક ફિલ્મો રૂપિયા સો કરોડના બિઝનેસ પહોચીતે કમાલની વાત છે.એટલે કે ત્યાં ઝધડા નથી કવોલીટી કામ પર ભાર છે. કેટલીક ફિલ્મો તો એવી આવે છે કે,તેની ચર્ચા ન થાય તોય સરકાર રૂપિયા પાંચ લાખ આપે તો છે ને.તેમાં કોઇ ડિમાન્ડ કરીને આડી અવળી વાત ન કરવી જોઇએ.સરકાર ફિલ્મોને પ્રોત્સાહન આપે છે,તેમાં આપણે સબસીડી લેવાની કરમના દાવા ન કરવાના હોય.

ફિલ્મ સ્ક્રીનીંગ કમીટીમાં આ ફિલ્મના સ્ક્રીનીંગ વખતે હાજર એવા એડીટીંગ ક્ષેત્રના ધર્મેશભાઇ ચાચડિયા જણાવ્યુ હતુ કે, જે તે ફિલ્મને જોઇને જ આપ્યુ છે, તેથી એવું નહોય કે આટલું જ કેમ આપ્યુ, અમુક ફિલ્મ તો એવી હોય છે કે, આપણે જોઇ પણ નથી શકતા તેમ છતાં ફિલ્મ બનાવનારે ગુજરાત સરકાર સપોર્ટ કરે છે.એટલે કે બધા રાજયો કરતાં સારી પોલીસી છે, સબસીડીના સંદર્ભે કયાંક તો જાહેરાત થતી હોય પરંતુ તે આપતુ નથી હોતુ પરંતપ ગુજરાત સરકાર આપે તો છે ને.
ગુજરાતી ફિલ્મ ડિરેકટર અને પ્રોડયુસર ઉત્પલ મોદીએ જણાવ્યુ હતુકે, ફિલ્મોને પ્રોત્સાહક પોલીસીએ ગુજરાતને ત્રણ દાયકા પછી નેશનલ એવોર્ડ અપાવ્યા છે અને એ પણ ચાર એવોર્ડ.સબસીડી કોઇ ફરજીયાત નથી હોતી સરકાર પ્રોત્સાહનરુપે કલાજગતને ટેકો આપે છે,તો આ મુદ્દાઓ વિવાદમાં નાખવા વાજબી નથી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •