તિલકવાડા તાલુકાના વાસણકોલોની ગામની મહિલાનું વીજ કરંટ લાગવાથી મોત. પોતાના ઘરની આગળ આવેલ જીઇબીના થાંભલાના તાણીયા સાથે કરંટ લાગતા મોત.

સમાચાર

રાજપીપળા, તા.23
તિલકવાડા તાલુકાના વાસણકોલોની ગામે પોતાના ઘરની આગળ આવેલ જીઈબીના થાંભલા સાથે કરંટ લાગતા મહિલાનું મોત નિપજયું છે.
બનાવની વિગત મુજબ મરનાર જાહેદાબીબી ઈકબાલભાઈ દાયમા (રહે, વાસણકોલોની )તા. 22/9 /20ના રોજ પોતાના ઘરની આગળ આવેલી જીઈબીના થાંભલાના તણીયા સાથે કરંટ લાગતાં તેમનું વીજ કરંટથી મોત નીપજયું હતું. જેની નોંધ ડો.પ્રશાંત સામુહિક આરોગ્ય કેન્દ્ર ગરુડેશ્વર પોલીસે તિલકવાડા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતની ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati