કાપડ બજારમાં નવા ઓર્ડર શરૂ થયા પરંતુ જૂની ઉઘરાણી બાકી હોવાથી વેપારીઓ અવઢવમાં.

સમાચાર

મારે મંદીને કારણે બહારગામના વેપારીઓ અગાઉના હિસાબ ચૂકતે કર્યા વગર વધુ માલ ના ઓર્ડર આપવા લાગ્યા

વ્યાપારીઓ હવે ઉઘરાણી પતાવી કે નવો ધંધો કરવો તે મુદ્દાને લઈને ચિંતામાં

અમદાવાદની ઓળખ સમાન કાપડ બજારમાં ઘણા લાંબા સમયથી મંદિ ચાલી રહી છે તેમાં વળી કોરોનાની મહામારી ને કારણે કાપડ બજારની હાલત ખરાબ થઈ ગઈ છે.જોકે સરકારી મંજૂરી સાથે ધીરે ધીરે અમદાવાદ સહિત દેશ બજારના કાપડ બજાર ખુલી ગયા છે.અમદાવાદના પ્રોસેસ હાઉસમાં નવું કપડું બનવાની શરૂઆત પણ થઇ ગઇ છે સાથે સાથે બહારના શહેરોમાંથી અમદાવાદના વેપારીઓને કાપડ ના ઓર્ડર પણ ધીરે ધીરે મળતા થઈ ગયા છે.હવે અમદાવાદના વેપારીઓ માટે સૌથી મોટી અવઢવ એ છે કે જે વેપારી ઓર્ડર આપી રહ્યા છે તેમના અગાઉના ઘણા બિલના રૂપિયા લેવાના બાકી છે. હવે પહેલા ઉઘરાણી પૂરી કરવી કે નવો ધંધો કરવો તે મુદ્દાને લઇને વેપારીઓ ચિંતિત છે. બહારગામના ઘણા વેપારીઓ દ્વારા અગાઉ નો હિસાબ પૂરો નહીં કરવામાં આવ્યો હોવાની ઘણી ફરિયાદો પણ કાપડ મહાજનની લવાદ કમિટી માં આવી રહી છે.

કાપડ બજારમાં ઘણા લેભાગુ વેપારીઓ મોટા પ્રમાણમાં ઉધાર માલ ખરીદીને પેઢી નું ઉઠમણું કરી દેતા હતા આ દૂષણને ડામવા માટે કાપડ મહાજન દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે જોકે હવે આવી લેભાગુ કંપનીઓ અને મદદ કરનાર સ્થાનિક વેપારીઓ કે દલાલો ને પણ બ્લેક લિસ્ટ કરવામાં આવી રહ્યા છે.
જેને કારણે વ્યાપારીઓ નો માલ લઈને ઊઠી જતી કેડીઓ નું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું છે.

પ્રવર્તમાન મંદી વચ્ચે બજારો ખુલી ગયા છે અને અમદાવાદના કોટનની દુનિયાભરમાં માંગ હોવાથી અમદાવાદી વેપારીઓને ધીરે ધીરે નાના મોટા ઓર્ડર પણ મળવા લાગ્યા છે.જોકે બહારગામના વેપારીઓ પણ ભારે મંદીનો સામનો કરી રહ્યા હોવાથી જુના હિસાબ ક્લિયર કરી શક્યા નથી. અગાઉની ઉઘરાણી બાકી હોય અને નવા માલ માટે ઓર્ડર આપવામાં આવે ત્યારે માલ આપવો કે નહીં તે મુદ્દે વ્યાપારીઓ દ્વિધા અનુભવી રહ્યા છે.

અમદાવાદના જુદા જુદા કાપડ બજારના વેપારીઓના જણાવ્યા મુજબ કાપડનો ધંધો ઉપર જ થતો હોય છે ને ઉધારમાં માલ આપવો પડતો હોય છે પરંતુ હવે એવા વેપારીઓ પર આપી રહ્યા છે કે જેમની પાસેથી અગાઉના માલના પણ રૂપિયા લેવાના બાકી છે ત્યારે વ્યાપારીઓ એ અવઢવમાં છે કે જે તે વેપારી પાસેથી પહેલા ઉઘરાણી ક્લિયર કરવી તે તેને માલ આપવો.

ઘણા વેપારીઓ દ્વારા બહારગામના વેપારીઓ સાથે વર્ષોથી ધંધો કરવામાં આવી રહ્યો છે તેમને ક્રેડિટ પર માલ આપવાની શરૂઆત પણ કરી દીધી છે ત્યારે ઘણા વ્યાપારીઓ પહેલા ઉઘરાણી પતે પછી બીજો માલ આપો તેવો આગ્રહ રાખી રહ્યા છે.

TejGujarati