સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદનાં ગુજરાત પ્રદેશ કર્મકાંડી પાંખ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના ભિષ્મપિતામહ,આપણા સૌનાં માર્ગદર્શક અને રાજયસભાનાં સાંસદ શ્રધ્ધેયશ્રી,અભયભાઇ ભારદ્વાજ અને પરિવારના આરોગ્ય અને સુખાકારી માટે આ મહાપુજામાં સંસ્થાપકશ્રીઓ ચેતનભાઇ ઠાકર અને અર્ચનાબેન ઠાકરે વિધીવત પુજાકાર્ય કરી.

સમાચાર

સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ*
*પ્રદેશ કર્મકાંડી પાંખ*

સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદનાં ગુજરાત પ્રદેશ કર્મકાંડી પાંખ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના ભિષ્મપિતામહ,આપણા સૌનાં માર્ગદર્શક અને રાજયસભાનાં સાંસદ શ્રધ્ધેયશ્રી,અભયભાઇ ભારદ્વાજ અને તેનાં પરિવારના આરોગ્ય અને સુખાકારી માટે મહામૃત્યુંજય જાપ અને રૂદ્રાભિષેક મહાપુજાનું અમદાવાદનાં સાબરમતી તટે આવેલ દધિચી આશ્રમ સ્થિત શ્રી,દુધાધારી મહાદેવનાં સાનિધ્યમાં આયોજન…હાલ રાજકોટ ના સિવિલ હોસ્પિટલ ખાતે શ્રી,અભયભાઇ ભારદ્વાજ સારવાર લઇ રહ્યા છે.
આ મહાપુજામાં આપણાં બંને સંસ્થાપકશ્રીઓ માન.ચેતનભાઇ ઠાકર અને માન.અર્ચનાબેન ઠાકર બેસી વિધીવત પુજાકાર્ય કરેલ.
આ તકે ટ્રસ્ટી મંડળનાં સદસ્યોશ્રી,અનિલભાઇ વ્યાસ,ગોપાલભાઇ ભટ્ટ,રમેશભાઇ રાજગોર ત્થા અમદાવાદ શહેર સંગઠનના મહામંત્રીશ્રી,ગૌરવભાઇ જાની,ધર્મેન્દ્રભાઇ,અશ્વીનભાઇ સહીતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ..
આ સમગ્ર પુજાવિધી આપણા પ્રદેશ કર્મકાંડી પાંખનાં પ્રદેશ પ્રમુખશ્રી,ગૌરવભાઇ રાવલએ સુંદર રીતે કરાવેલ.

TejGujarati