શ્રેષ્ઠ કોલેજોનાં સર્વેમાં એચ.એ.કોલેજને આ વર્ષે સતત ત્રીજા રાષ્ટ્રીય મેગેઝીનમાં સ્થાન મળ્યુ.

સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ ને આ વર્ષ સતત ત્રીજીવાર દેશની શ્રેષ્ઠ કોલેજોમાં સ્થાન મળ્યુ છે.રાષ્ટ્રીય મેગેઝીન “આઉટલુક” દેશની શ્રેષ્ઠ કોલેજો કઈ છે તેનો રાષ્ટ્રીય સર્વે કરાવે છે. આ વર્ષે દેશની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાં આ સર્વેમાં એચ.એ.કોલેજને સ્થાન મળ્યુ છે. આ સર્વેમાં કોલેજનું કટઓફ, રીઝલ્ટ, વિદ્યાર્થીઓની હાજરી, રીસર્ચ, લિડરશીપ, સામાજીક પ્રવૃત્તિઓ તથા તેનું યોગદાન, સ્પોર્ટ્સ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણીક સિધ્ધીઓ, વિદ્યાર્થીઓને અપાતી આર્થિક સહાય, શિસ્તનું વાતાવરણ તથા સામાજીક અગ્રણીઓના મંતવ્યને ધ્યાનમાં લેવાય છે. આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થઇને એચ.એ.કોલેજ દેશની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાં સ્થાન પામી છે. આ વર્ષે રાષ્ટ્રીય મેગેઝીન ઇન્ડીયા ટુડે, ધી વીક તથા આઉટલુક એમ ત્રણેય મેગેઝીનોના રાષ્ટ્રીય સર્વેમાં એચ.એ.કોલેજની પસંદગી થઇ છે જે અસાધારણ સિધ્ધી કહી શકાય. આ સિધ્ધી મેળવવા બદલ કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે જીએલએસ મેનેજમેન્ટનાં એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ સુધીરભાઈ નાણાવટીના સતત મળતા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કોલેજની પ્રસિધ્ધિમાં અધ્યાપકો, પૂર્વ વિદ્યાર્થીઓ તથા હાલનાં વિદ્યાર્થીઓએ પણ સિંહફાળો આપ્યો છે

TejGujarati