મેક ઇન ઇન્ડિયા યોજનાનાનામે સેમસંગ દ્વારા વિભાગ સાથે છેતરપિંડી દર વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12ની પરિક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓમાટે 3 લાખ ટેબલેટ ખરીદવા માટે 31 જુલાઇના રોજ જેમ પોર્ટલ ઉપર બિડ નંબર GEM/2020/B/732568 અંતર્ગત ટેન્ડર બહાર પાડવ્માં આવ્યું છે. આ ટેન્ડરની ખાસબાબત એ છે કે મેક ઇન ઇન્ડિયા યોજનાના નામે દેખાડો કરવા માટે કમિશનરેટના ટેકનીકલઅધિકારીઓનેખોટું બોલીને સેમસંગે એવી રીતે ટેકનીકલ શરતો તૈયાર કરાવી છે કે ટેન્ડરમાત્ર સેમસંગના પક્ષમાં આવે. ટેન્ડરની તમામ ટેકનીકલ શરતો અનુસાર આ ટેન્ડર માત્રસેમસંગને ભાગ લેવાની મંજૂરી આપે છે કારણકે તે એકમાત્ર આંતરરાષ્ટ્રીય ટેબલેટબ્રાન્ડ છે, જે ભારતમાં મેક ઇન ઇન્ડિયા યોજનાના નામે સરકાર સાથે છેતરપિંડી કરીનેચીની કંપનીઓ પાસેથી ટેબલેટનું નિર્માણ કરાવે છે અને ટેન્ડરમાં આપેલી શરતોને પૂર્ણકરે છે.સેમસંગ ગેલેક્સી ટી295 ટેબલેટને અત્યંત ચાલાકી સાથે મેક ઇનઇન્ડિયાનું નામ આપવાનું ષડયંત્ર થઇ રહ્યું છે. વિવિધ સ્રોતો પાસેથી પ્રાપ્તજાણકારી બાદ ખબર પડી છે કે સેમસંગે આ ટેબલેટ ચીનની વિંગટેક મોબાઇલ કમ્યુનિકેશન્સપાસેથી બનાવ્યાં છે, જે આ લિંક https://www.crsbis.in/BIS/Lims_registration.do?hmode=getLimsData®No=NjYwMDEwODI=&prodCat=&models= ઉપર જોઇ શકાય છે. આ કંપનીનું મુખ્યાલય ચીનમાં છે અને કંપનીના ભારતમાં તમામડાયરેક્ટર Sun Chengming,Yunxing Yan, DanlinZhangname છે, જે મૂળરૂપે ચીનનાનાગરિક છે. આ વાતની સત્યતા https://www.zaubacorp.com/company/WINGTECH-MOBILECOMMUNICATIONS-INDIA-PRIVATE-LIMITED/U72900AP2019FTC113314 ઉપર મળે છે. જેમના General terms and conditions on GeM 3.0 (Version 1.14)ના પાના નંબર 41 ઉપર પોઇન્ટ નંબર 06 ઉપર સ્પષ્ટ પ્રકારે લખ્યુંછે કે “The successful bidder shallnot be allowed to sub-contract works to anycontractor from a country whichshares a land border with India unless such contractor is registeredwith theCompetent Authority”. જેમના નિયમો અનુસારકંપનીમાં એવા દેશના નાગરિકોનો 25 ટકાથી વધુ હિસ્સો હોવો જોઇએ નહીં, પરંતુ અહીં તોપૂરી કંપની ચીની છે અને ચીનના નાગરિકો દ્વારા સંચાલિત છે. જો સેમસંગની પોતાનીસત્તાવાર વેબસાઇટ ઉપર આ લિંક https://www.samsung.com/in/tablets/galaxy-tab-a-t295n/SM-T295NZKAINS/ ઉપર તેની પુષ્ટિ કરવામાં આવે તોManufacturer Informationમાં જોઇએ તો country of origin રૂપમાં ચીન, વિયેતનામ અનેભારતનું નામ જોવા મળે છે. આ તમામ તથ્યોના આધારે સેમસંગ આ ટેન્ડરમાંથી બહાર થઇ જાયછે.જોકે, આશ્ચર્યની વાતએ છે કે ઉપરોક્ત તમામ હકીકતોને છુપાવીને મેક ઇન ઇન્ડિયા યોજનાનો અનુચિત લાભ લેવામાટે સેમસંગે તકનીકી શિક્ષા આયુક્તાલયને ભ્રમિત કરી રાખ્યાં છે અને પોતે વિભાગપરોક્ષરૂપે આ ટેન્ડર ચીની નિર્માતાઓની ચતુરાઇને સમર્થન કરે છે. છેલ્લાં ત્રણવર્ષમાં તકનીકી શિક્ષા કમીશનરેટે 7 ઇંચ ડિસ્પ્લે વાળા ટેબલેટ રૂ. 6500-6800ની કિંમતેખરીદ્યાં છે. જોકે, આ વર્ષે ડિસ્પ્લે 8 ઇંચ નક્કી કરવામાં આવ્યું છે, જે માત્રએટલા માટે કરવામાં આવ્યું છે કારણકે સેમસંગ 7 ઇંચ ડિસ્પ્લે વાળા ટેબલેટ બનાવતુંનથી. કમીશનરેટ હવે સેમસંગની વાતમાં આવીને આ વર્ષે ટેન્ડરમાં રૂ. 4000થી વધુકિંમતના ટેબલેટ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે, જેના પરિણામે રાજ્યને લગભગ રૂ. 120કરોડનો આર્થિક બોજો પડશે.આ ટેન્ડરમાં સ્પષ્ટદેખાઇ રહ્યું છે કે કમીશનરેટના કેટલાંક અધિકારીઓને સેમસંગના અધિકારીઓ દ્વારાપોતાની પ્રોડક્ટની સચ્ચાઇ છુપાવીને સંપૂર્ણપણે ભ્રમિત કરવામાં આવ્યં છે, જેના પરિણામેમાત્ર સેમસંગ જ ટેન્ડરમાં ભાગ લઇ શકે અને વધુ કિંમતે ઉપર તેને ટેન્ડર મળે. ભારતીયમોબાઇલ ઉદ્યોગ તરફથી અમે સરકારને અપીલકરીએ છીએ કે આ મુદ્દે તત્કાલ તપાસનો આદેશ આપવામાં આવે, જેનાથી તકનીકી શિક્ષકમીશનરેટના અધિકારીઓ સાથે છેતરપિંડી કરીને સેમસંગ સરકારી ખજાનાને મેક ઇન ઇન્ડિયાજેવી મહત્વપૂર્ણ યોજનાનો અનુચિત રીતે લાભ ઉઠાવીને આર્થિક નુકશાન પહોંચાડી ન શકે.