આંબલી ગામ માં સ્તિથ સુવર્ણ મંદિર વૃદ્ધાઆશ્રમ ના વડિલો સાથે આપણા યશશ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસ તથા સેવાવિક ના સંકલ્પ નિમિતે ઉજવણી કરવામાં આવી.

રાજનીતિ સમાચાર

ko

આજરોજ 17 મી સપ્ટેમબર 2020, ના શુભદિને સવાર ના સમયે આંબલી ગામ માં સ્તિથ સુવર્ણ મંદિર વૃદ્ધાઆશ્રમ ના વડિલો સાથે આપણા યશશ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસ તથા સેવાવિક ના સંકલ્પ નિમિતે ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ ની શરૂઆત વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવી. દરેક ના ઘર માં તુલસી ક્યારો જરૂર હોવો જોઈએ, જે આપણી સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય ને જીવનદાન અર્પે છે, એ સંદેશ સાથે તુલસીના છોડ ને વૃદ્ધાઆશ્રમ ના પ્રાંગણ માં રોપવામાં આવ્યા. ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને મંત્રોચ્ચાર કરી પ્રભુ નું આહવાન કરી સુખડી નો પ્રસાદ ધરાવી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી.

જન્મદિવસ ની ઉજવણી માં કેક કટીંગ ની પ્રથા ને બદલે આપણી ભારતીય પારંપરિક મીઠાઈ ” સુખડી ” જે મોદી સાહેબ ને ખુબ પસંદ છે, ને પ્રસાદ સ્વરૂપે વહેંચી. જે વૃદ્ધાશ્રમ ની બહેનો દ્વારા બનાવવામાં આવી હતી. ત્યારબાદ શાલ ઓઢાડી તમામ વડીલો નું સન્માન કરવામાં આવ્યું અને વિવિધ ભેટ અર્પણ કરવામાં આવી.

શ્રી નચિકેત જોષી કે જેઓ સામાજિક કાર્યકર તથા SDG એમ્બેસેડર છે તેમના આહવાનથી બધા આમંત્રિત મહેમાનો તથા વૃધ્ધાશ્રમ ના વડીલો એ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના દિર્ધાયુ, સારા સ્વાસ્થ્ય, યશ અને કિર્તી મળે તે માટે પ્રાર્થના કરી.

આ સમગ્ર કાર્યક્રમ નુ નેતૃત્વ શ્રી નચિકેત જોષી ધ્વારા કરવામા આવ્યુ તથા સંચાલન કલાસુર્ય ફાઉન્ડેશન ના ફાઉન્ડર સંગીતા પટેલ ધ્વારા કરવામા આવ્યુ. આ કાર્યક્રમ માં સિરામિક ગ્રુપ ના અગ્રણી તથા જાણીતા ઉદ્યોગ સાહસિક શ્રી હેતલભાઈ પટેલ, કરની સેના ના ઉપાધ્યક્ષ શ્રી ગૌરવસિંહ ચૌહાણ તથા સામાજિક કાર્યકર શ્રી પિનાકીન બારોટે પણ હાજરી આપી હતી.

TejGujarati