હું કેટલો મહાન?!?!?!?!? – ડો.સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

કલા સાહિત્ય સમાચાર

આજે સવારમાજ મારા છોકરાને ઉઠાડયો. ધડ્ દઈને રુપિયા સાડા ચાર લાખ પકડાવી દીધા.. પેલુ મોંઘું બાઈક લાવવુ છે ને? લઈ આવ…
દિકરી જમાઈને સાડા ત્રણ કરોડનો મોંધો ફલૈટ બૂક કરી આપ્યો.. સાડા દસ થતા પેલો મોધો અને ડિઝાઇનર જ્વેલર્સ જાતે ખટારો ભરીને આવ્યો. અને અમારા વિશાળ દિવાન ખંડમા દાગિનાનો ખડકલો કરી જતો રહયો..પત્ની બિચારી બાધાચકવા થઈને, આ ઘરેણાંનો ઢગલો જોઈ રહી છે…
કામવાળીને કહયુ:જાય ત્યારે આ તારી પંદર લાખની રૂપરડી ઉપાડતી જતે… પાડોશના છોકરાને મિઠાઈ ભાવે છે.. મને તો ખબર જ હોય.. મિઠાઇની બે મોટી દુકાનો એના નામે કરી દીધી.. પહેલા મને અંકલ કહેતો હતો. હવે એના પપ્પાને અંકલ કહે છે…
મા સામે જોઈ, હુ રીતસર રડી પડ્યો.. મા તું મારા બહુ કામ આવી છે.. તને શુ આપુ? લે ખાલી દશેક કરોડ રાખ અને વર્લ્ડ ટૂર કરી આવ.. માની આંખમા આંસુ છલકાય આવ્યા…
બપોરે સમાજના મોવડીને બોલ્વ્યા.. એક સંસ્થાને સો એકર જમીન આપી.. બીજાને સંસ્થાનું મકાન કરવા ચાળીશ કરોડ આપ્યા…
****. *****’ ****** *****’
ખબર નહિ કેમ પણ આજ વહેલી સવારથી સોલિડ જુઠઠુ બોલવાના વિચારો આવે છે… કોણ જાણે કેમ?
તમને પણ આવે છે?
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •