“જેવી જેની હેસિયત તેવો એનો ટેસ્ટ” – ડૉ. સ્વપ્નિલ કાંતિલાલ મહેતા.

સમાચાર

કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ ભરોસાપાત્ર નથી..એવુ કોન્ગ્રેસપાર્ટી ના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહયુ.. પછી મનોમન કહયુ, કે આ ભરોસાપાત્ર શબ્દ ઉપર જ મને ભરોસો ઉઠી ગયો છે.. સાથોસાથ કોરોના પરીક્ષણ સંબધિત પરીક્ષણ ભેદભાવનો પણ આરોપ કર્યો.. સાંસદના કાટલા અલગ પ્રજાના કાટલા અલગ..
પણ આ એક વ્યવસ્થા છે.. સદીઓ પુરાણી છે.. સતયુગ હશે તો સતયૂગમા પણ હશે..
+જે વગદાર છે, પાવરફુલ છે, પૈસાદાર છે, વેન્ટિલેટર જ નહિ હોસ્પિટલ પણ ખરીદી શકે તેવા હાઇપ્રોફાઇલ લોકો માટે ફેફસાંનું સીટીસ્કેન કરવામા આવે છે… ગમે તેટલા છુપા કોરાના ના વાયરસ હોય આ મશીન પકડી પાડે છે(જે પૈકીનુ એક મશીન એમ્સ દિલ્હીમા કાર્યરત છે)
+ જે ઓછા ધનિક છે , સાપેક્ષ ધનિક છે.. સાંસદ છે.. તેવા લોકો માટે RT. PCR ટેસ્ટ કરવામા આવે છે.. આ ખર્ચાળ ટૈસ્ટ પણ સો ટૈસ્ટમાથી ૩૦ ખોટા બતાવી શકે છે (મતલબ પોઝીટિવ હોય તો નેગેટિવ અને નેગેટિવ હોય તો પોઝિટિવ)
+જે મધ્યમ વર્ગ છે.. જે કૈરાનાની બીકે પોતાના ઘરેણા જ નહિ પોતાનુ ઘર વેચવા તૈયાર છે.. તેના માટૈ છે RAT
મતલબ રેપિડ એન્ટિજન ટેસ્ટ… આ ટેસ્ટ ની સંખ્યા ના આધારૈ WHO ની ભૂરી ભૂરી પ્રસંશા પણ પ્રાપ્ત થાય છે
આ ટેસ્ટ ૧૦૦ માથી ૬૦ લોકોનૈ ભ્રમિત કરવાનુ કૌશલ્ય ધરાવે છે…
+ગરીબ, અતિ ગરીબને આમ તો કોરોના થતો જ નથી.. પણ માની લો થાય તો પણ એ ઐકાદુ ભજિયું ખાઈ સ્વાદના આધારે પોતાનું પરીક્ષણ કરી લે છે… કદાચ આ ટૈસ્ટ જ વધારે કારગર છે જેમા ઈલાજની સાથે કશૂંક પેટમા પણ જાય છે…
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati