અમદાવાદની રિફઅત જીટીયુની બાયોમેડિકલની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ.

સમાચાર

Wઅમદાવાદમાં રહેતા સામાજિક કાર્યકર નાઝીમભાઈ ચૌહાણની દિકરી રીફઅત ચૌહાણે કોરોના મહામારી વચ્ચે ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીસીટી (જીટીયુ) દ્રારા યોજાયેલ ઓનલાઈન બાયોમેડિકલની પરીક્ષામાં પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી ઘર પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે.
તમે કેટલું વાંચો છો એના કરતા તમે કેટલી એકાગ્રતા થી વાંચોછો એ મહત્વનું છે, રિફઅતના જણાવ્યા અનુસાર દરરોજ માત્ર ત્રણ થી ચાર કલાક જેટલી મહેનત કરી આ લક્ષ્ય હાસલ કર્યો છે. પરિક્ષા પહેલાના મહિનાઓમાં કોરોનાનો કાળો કેર વર્તાતો હતો ત્યારે રિફઅત ઘરે રહી પોતાનું સમગ્ર ધ્યાન અભ્યાસમાં કેન્દ્રીત કરી જીટીયુની પરિક્ષા માટે મહેનત કરતી હતી જેનું પરિણામ આજે ઉદાહરણ રૂપ સાબિત થયું છે.
તેણે ૧૦ માંથી ૯.૩૬ સીજીપીએ, ૧૦ માંથી ૮.૮૪ સીપીઆઈ તેમજ ૧૦માંથી ૯.૬૦ એસપીઆઈ રેન્ક મેળવી શ્રેષ્ઠ સફળતા હાસલ કરેલ છે. આ પરિક્ષાના ચાર પેપરમાં એબી, એએ, એએ, એબી તથા પ્રોજેક્ટ પેપરમાં પણ એએ ગ્રેડ મેળવી તેની તેજસ્વીતાનો પરિચય કરાવ્યો છે. . રિફઅતની સફળતા અભ્યાસ ક્ષેત્રે આગળ આવવા માંગતી છોકરીઓમાટે પ્રેરણારૂપ છે.
રિફઅત સફળતાના ક્ષેત્રે આગળ વધી માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી સર્જરીના ક્ષેત્રે અથવા પોતાની લેબ ખોલવાની ઈચ્છા ધરાવે છે.
– ફોટો સ્ટોરી : હબીબખાન અશરફી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •