ગુજરાતમાં એમએસએમઇ ઇકોસિસ્ટમના વિકાસ માટે સિડબીએ રાજ્ય સરકાર સાથે હાથ મિલાવ્યાં

સમાચાર

ગુજરાતમાં એમએસએમઇ ઇકોસિસ્ટમના વિકાસ માટે સિડબીએ રાજ્ય સરકાર સાથે હાથ મિલાવ્યાં
ગુજરાત: માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ)ના પ્રોત્સાહન, ધિરાણ અને વિકાસ માટે કાર્યરત પ્રમુખ નાણાકીય સંસ્થા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (સિડબી)એ રાજ્યમાં એમએસએમઇ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યાં છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં શ્રી એમ.કે. દાસ, આઇએએસ, એડિશનલ ચીફ સેક્રેટરી (ઉદ્યોગ અને ખાણ), ગુજરાત સરકાર તથા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (સિડબી)ના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વી. સત્ય વેન્કટ રાવ દ્વારા એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.

આ કરાર હેઠળ ગુજરાત સરકાર સાથે મળીને સિડબી પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (પીએમયુ)ની રચના કરશે. પીએમયુની ભુમિકા ગુજરાત સરકારના ટેક્નોલોજી ટ્રાન્સફર, ઇનોવેશનના પ્રોત્સાહન, ઇન્ટલેક્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, બિઝનેસની ક્ષમતાઓ વધારવા ટેક્નોલોજી અને ટેક્નોલોજી સોલ્યુશન્સનો ઉપયોગ, એમએસએમઇ અને ટેક્નોલોજી આધારિત બિઝનેસિસ અથવા સ્ટાર્ટઅપ્સ વચ્ચે સહયોગ વગેરે માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ પ્રોગ્રામ ડિઝાઇન કરવાની રહેશે. પીએમયુ રાજ્યમાં એમએસએમઇ તરફ લક્ષ્યાંકિત હસ્તક્ષેપ, પહેલો અને પ્રોજેક્ટ વગેરેને મદદરૂપ બનશે તથા તેમાં જરૂર હોય તો ફેરફાર સૂચવશે, જેનો ઉદ્દેશ્ય અવરોધો દૂર કરીને કાર્યક્ષમતા વધારવાનો રહેશે.

આ પ્રસંગે સિડબીના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વી. સત્ય વેન્કટ રાવે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર સાથે ગાઢ સહયોગ વધારવાના અમારા પ્રોગ્રામેટિક અભિગમ અંતર્ગત અમે ગત નાણાકીય વર્ષમાં 10 રાજ્યોમાં ક્લસ્ટર આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યો છે. અમે આત્મનિર્ભર ભારત માટેની તૈયારીના ભાગરૂપે ક્લસ્ટર ડેવલપમેન્ટના માળખાકીય પાસાને સહયોગ કરવા માટે ક્લસ્ટર ડેવલપમેન્ટ ફંડની પણ દરખાસ્ત કરી છે. 11 રાજ્યોમાં પીએમયુની સ્થાપનાનો ઉદ્દેશ્ય મજબૂત એમએસએમઇ ઇકોસિસ્ટમ માટે વિવિધ પ્રકારે આઉટસોર્સ્ડ ટીમ ગોઠવવાનો છે, જેથી વધુ કેન્દ્રિત જોડાણ હાંસલ કરી શકાય. અમે હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે પહેલેથી જ એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં છે. અમે ગુજરાત રાજ્યમાં નાણાકીય અને બિનનાણાકીય મોરચે હંમેશા સક્રિય રહ્યાં છીએ તથા વધુ ગાઢ અને ફળદાયી સહયોગની અપેક્ષા છે.”

આ વિકાસ પહેલ એમએસએમઇ માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત યુકે સિન્હા કમીટી દ્વારા રજૂ કરાયેલી અપેક્ષાઓ સાથે સુસંગત છે. તેમાં એમએસએમઇના પ્રોત્સાહન અને વિકાસ માટે રાજ્ય સરકારો સાથે સિડબીના કેન્દ્રિત સહયોગનું વિઝનની કલ્પના કરાઇ છે. પીએમયુ રાજ્યમાં તેમના ડિજિટલ પ્લેટફોર્મ્સ, સ્ટોક એક્સચેન્જ લિસ્ટિંગ, ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ જેમકે ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ વગેરે ઉપર ઓનબોર્ડિંગ માટે એમએસએમઇને સહયોગ કરવાની પ્રક્રિયા પણ તૈયાર કરશે. વધુમાં પીએમયુ રાજ્યની અંદર અને બાહર ગુડ પ્રેક્ટિસ અને માર્ગદર્શિકાઓના મેપિંગ રિપોઝિટરીમાં પણ સક્રિય રહેશે તથા ગુડ પ્રેક્ટિસ અપનાવવામાં મદદરૂપ બનશે. તે એમએસએમઇના લાભાર્થે કરાયેલા હસ્તક્ષેપોની અસરોનું મૂલ્યાંકન કરશે અને પોલીસી એડવોકસી માટે ઇનપુટ્સ પણ આપી શકે છે.

સિડબીએ આસામ, નવી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ અન તમિળ નાડુ એમ 11 રાડ્યોમાં પીએમયુની રચના માટે એક્સપર્ટ એજન્સીની નિમણૂંક કરી છે. ભાગીદાર રાજ્યો સાથે મળીને સિડબી વોકલ ફોર લોકલ માટે વધુ પ્રભાવી ઇકોસિસ્ટમમાં યોગદાન આપવાનો તથા આત્મનિર્ભર ભારત તરીકે ઉભરવાના દેશના નિર્ધારને મજબૂત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

About SIDBI: Since its formation in 1990, SIDBI has been impacting the lives of citizens across various strata of the society through its integrated, innovative and inclusive approach. Be it traditional, domestic small entrepreneurs, bottom-of-the-pyramid entrepreneurs, to high-end knowledge-based entrepreneurs, SIDBI has directly or indirectly touched the lives of Micro and Small Enterprises (MSEs) through various credit and developmental engagements. SIDBI 2.0 carries the vision of inclusive, innovative and impact-oriented engagements.
To know more, check out: https://www.sidbi.in

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •