કોરોના નેગેટિવ દર્દીનું મોત પરિવારે લગાવ્યો શરીરમાથી અંગો કાઢી લેવાનો આક્ષેપ.

સમાચાર

કોરોના નેગેટિવ દર્દીનું મોત પરિવારે લગાવ્યો શરીરમાથી અંગો કાઢી લેવાનો આક્ષેપ
વડોદરાની SSG હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. કોરોના નેગેટિવ દર્દીનું 4 કલાકમાં જ મૃત્યુ થયું હતુ જેને લઇને પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો ગત બપોરે 4 વાગ્યે દાખલ કરેલા દર્દીનું રાત્રે 8 વાગ્યે રહસ્યમય મોત થતા પરિવારજનો નારાજ થયા હતાદર્દીનું મોત થયું હોવા છતા પરિવારને જાણ કરાઇ નહોતી જેથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો પરિવારનો આક્ષેપ છે કે નેગેટિવ રિપોર્ટ છતા દર્દીને કોવિડ વોર્ડમાં દાખલ કરાયો હતો મૃત્યુ પામનાર દર્દીનાં અંગો કાઢી લેવાતા હોવાનો પણ પરિવારે આરોપ લગાવ્યો હતો હોબાળાના પગલે સયાજી હોસ્પિટલમા પોલીસ બોલાવવામાં આવી હતી મરનારને ખાનગી હોસ્પિટલમાંથી બપોરે સાયજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

TejGujarati