કોરોના ના કેસ માં સતત વધારો થઈ રહ્યો છે,ત્યારે આટલું તો કરો જ.

સમાચાર

કોરોના ના કેસ માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે,

આટલું કરો

1-બહેનોને વિનંતિ કે ૧-૨ અઠવાડિયા ની વસ્તુ સાથે ખરીદો. રોજ રોજ બહાર નીકળવાનું ટાળો
2-ધંધા અને નોકરીવાળા સીધા ઘરથી કામના સ્થળે અને પરત ઘરે આવવાનું રાખો. રસ્તામાં ટોળ ટપ્પા મારવા ઉભા ન રહો
3-પાન ના ગલ્લે કે ચા ની લારીએ ભેગા ન થાઓ .
4-ઘરેથી થર્મોસ મા ચા લઇ જવાય. હોટેલની ચા લેવી પડે તેમ હોય તો લઇને ચાલતી પકડો
5-દવાખાને જવાનું ટાળો. ફોન થી ડોકટર સાથે વાત કરી સામાન્ય રોગોની દવા લઇ શકાય
6-ખરેખર જરુર હોય, ડોકટરો કહ્યું હોય અને ઇમરજન્સી હોય તો દવાખાને ફક્ત દર્દી અને એક જ સાથીદાર જાય
7-હોસ્પીટલ ખબર કાઢવાનું બંધ કરો
8-અવસાન પ્રસંગે ફોન દ્વારા જ આશ્વાસન પાઠવો..
9-સગાવહાલા સંબંધી મિત્રો સાથે ફોન કે સોસીયલ મીડીયા મા વાત કરો. મળવા ન જાઓ
10-માસ્ક ન ગમે, મુઝારો થાય તો પણ પહેરો. મૃત્યુ કરતા મુઝારો સારો
11-કોઇ ફિશિયારી મા ન રહે કે મને કંઇ ન થાય. કોરોના કોઇના બાપની પણ ઓળખાણ નથી રાખતો
12-પૈસાદાર અને ડોકટરો ને પણ ટિકિટ પકડાવી દે છે
13-ચેતજો કારણ વગર કોઈ ને પણ મળવા નુ ટાળો.
14-બાળકો ,વૃધ્ધ કે અન્ય રોગચાળા અને સગર્ભા સ્ત્રીઓની વધુ સંભાળ રાખો.
15-વાતાવરણ બહું ખરાબ છે.
16-કોરોના સાથે જીવતા શીખવુ પડસે પણ સાવચેતી રાખી ને
નહી કે બેદરકારી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •