પેપ્સીકો ઇન્ડિયાએ ગુજરાતમાં હિંમતનગરના હજારો ખેડૂતોની સખત મહેનત પ્રત્યેઆભાર વ્યક્ત કરતાં તેમને હાઇજિન કિટ્સ પ્રદાન કરી
હાથ ધોવા, યોગ્ય રીતે માસ્ક પહેરવા અને સામાજિક અંતરનું પાલન કરવા ઉપર કેન્દ્રિત જાગૃકતા કાર્યક્રમનું આયોજન
ખેડૂતો સાચા હિરો છે, જેઓ મૂશ્કેલ સમયમાં પોતાનું કામ કરતાં રહ્યાં અને પ્રશંસાની ઇચ્છા વગર લાખો લોકોના ટેબલ ઉપર ભોજન સુનિશ્ચિત કરીને તેમના જીવનમાં ખુશી લાવ્યાં
હિંમતનગર, 15 સપ્ટેમ્બર, 2020 – હાલના મૂશ્કેલ સમયમાં પણ દેશના ખેડૂતો અથાક પરિશ્રમ કરી રહ્યાં છે. તેમની મહેનતથી દરરોજ લાખો લોકો માટે નિરંતર ભોજન સુનિશ્ચિત થઇ શક્યું. કોવિડ-19 મહામારી સામેની પોતાની લડાઇને આગળ ધપાવતા પેપ્સીકો ઇન્ડિયાએ આજે ગુજરાતમાં હિંમતનગરના ખેડૂત સમુદાયને હાઇજિન કિટ્સ પ્રદાન કરવાની પોતાની પ્રતિબદ્ધતાની જાહેરાત કરી છે. મૂશ્કેલ સમયમાં પણ સાહસથી કામ કરતાં ખેડૂતોની સુખાકારી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિતરિત થનારી હાઇજિન કિટ્સમાં માસ્ક અને સેનિટાઇઝર્સ સામેલ છે, જે કોવિડ-19 સામેની લાઇડ માટે અત્યંત જરૂરી છે.
વધુમાં ખેડૂતો વચ્ચે હાઇજિનની શ્રેષ્ઠ પ્રેક્ટિસ અંગે જાગૃતિ વધારવા માટે પેપ્સીકો ઇન્ડિયા વિશેષ ઓન-ગ્રાઉન્ડ પ્રોગ્રામ પણ ચલાવી રહ્યું છે, જે હાથ ધોવા, યોગ્ય પ્રકારે માસ્ક પહેરવું તથા સામાજિક અંતર જેવા નિવારક ઉપાયોનું પાલન કરવા ઉપર કેન્દ્રિત છે.
પેપ્સીકો ઇન્ડિયાના એગ્રો ડાયરેક્ટર પ્રતાપ બોસે જણાવ્યું હતું કે, “પેપ્સીકો ઇન્ડિયા ખાતે અમે આપણા ખેડૂત મિત્રોના આભારી છીએ, જેઓ આપણા ટેબલ ઉપર ભોજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કોવિડ-19 મહામારી વચ્ચે પણ મહેનતથી કામ કરી રહ્યાં છે. તેઓ ભારતના સાચા હિરો છે. મૂશ્કેલ સમયમાં પણ પ્રશંસાની ઇચ્છા રાખ્યા વિના તેમણે નિરંતર કામગીરી નિભાવી છે. દિલથી એક એગ્રી કંપની હોવા તથા ભારતના 27,000 ખેડૂતો સાથે મજબૂત સંબંધ હોવાથી પેપ્સીકો ઇન્ડિયા આપણા ખેડૂતો દ્વારા કરાયેલા પ્રયાસોની પ્રશંસા કરે છે. અમારા ખેડૂત મિત્રોની સુખાકારી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાઇજિન કિટ્સનું વિતરણ અને જાગૃકતા અભિયાન આયોજિત કરીને અમે તેમના પ્રત્યેઆભાર વ્યક્ત કરી રહ્યાં છીએ.”
પેપ્સીકો ઇન્ડિયાના સામુદાયિક સહયોગના પ્રયાસ વિશેઃ
મહામારીના ફેલાવાની સાથે જ પેપ્સીકો ઇન્ડિયાએ પોતાના સામુદાયિક સહયોગના કાર્યક્રમોને આગળ ધપાવી રહ્યું છે, જેમાં સુવિધાઓથી વંચિત સમુદાયોને 10 મિલિયનથી વધુ આહાર પ્રદાન કરવા તથા વિવિધ સરકારી લેબ્સ અને હોસ્પિટલ્સને 35,000થી વધુ કોવિડ ટેસ્ટ કિટ ઉપલબ્ધ કરાવવાનું સામેલ છે. આ પ્રયાસો અંતર્ગત પેપ્સીકો ઇન્ડિયાએ અગ્રણી એનજીઓ જેમકે અક્ષયપાત્ર ફાઉન્ડેશન, સ્માઇલ ફાઉન્ડેશન, સીઆઇઆઇ ફાઉન્ડેશન, ફાઉન્ડેશન ફોર ઇનોવેટિવ ન્યુ ડાયગ્નોસ્ટિક્સ (ફાઇન્ડ) વગેરે સાથે જોડાણ કર્યું છે. આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત સહિત 13 રાજ્યોમાં ચલાવવામાં આવ્યો છે.

