*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.14/09/2020 સોમવાર*

સમાચાર

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*તા. 14/09/2020 સોમવાર*

*ચેક બાઉન્સમાં જેલની સજા થશે નહીં?*
સરકાર ટૂંક સમયમાં જ ચેક બાઉન્સને ગુનાની શ્રેણીમાંથી દૂર કરી શકે છે. નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવા વિભાગએ આ સંદર્ભે કેબિનેટ સચિવાલયને પત્ર લખીને તેમનું કહેવું છે. જોકે, આ છૂટ માત્ર અસ્થાયી રૂપે આપવામાં આવશે કારણ કે કોરોના વાયરસથી ઘણા લોકોના વ્યવસાય અને રોજગારને અસર થઈ છે.સરકાર ચેક અથવા એમી બાઉન્સ જેવા કેસો ને ગુનાની શ્રેણીમાંથી દૂર કરવાની તૈયારી કરી રહી છે આનો અર્થ એ કે હવે ચેક અથવા હપ્તા બાઉન્સ થશે તો જેલની સજા થશે નહીં. સરકારે ચેક બાઉન્સ, લોનના હપ્તાની ચુકવણી ન કરવા સહિતના 19 કાયદા હેઠળના હળવા ગુનાઓને સૂચિમાંથી હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
**
*પ્રસ્તાવ મુજબ સરકારના સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના ઉદ્દેશ્ય હેઠળ લેવામાં આવેલું આ પગલું છે*
સરકારને આ અંગે કેટલાક કાયદામાં ફેરફાર માટે સૂચનો પહેલાથી મળી ચૂક્યા છે. આમાં વીમા અધિનિયમ, નાબાર્ડ અધિનિયમ, રાજ્ય નાણાકીય નિગમ અધિનિયમ, ક્રેડિટ માહિતી કંપનીઓ (નિયમન) અધિનિયમ અને પરિબળ નિયમન અધિનિયમ શામેલ છે. નિષ્ણાતો કહે છે કે આ કાયદામાં ઘણા નિયમો છે, જેમાં નાના ઉલ્લંઘનને પણ ગુનો માનવામાં આવ્યો છે.નાણામંત્રી નિર્મલા સીતારામને ગયા મહિને તેના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે વ્યવસાયને લગતા કાયદામાં ફેરફાર કરવામાં આવશે. સરકારે કંપની એક્ટ હેઠળ પણ આ પ્રકારના પગલા પહેલા જ લઈ લીધા છે. કંપની કાયદા હેઠળના ગુનાથી ઘણા ઉલ્લંઘનને પણ દૂર કરવામાં આવ્યા છે.નાણા મંત્રાલયનું કહેવું છે કે આનાથી બિઝનેસમાં વધારો થશે અને લોકોને અનિચ્છનીય સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે.
**
*બહેનોને 0% ટકા વ્યાજે ધિરાણ મળશે: મુખ્યમંત્રી*
ગાંધીનગર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના હેઠળ 10 લાખથી વધુ માતા-બહેનોને 0 ટકા વ્યાજે લોન- ધિરાણ મળશે.વડા પ્રધાનના જન્મદિવસે ગુજરાત સરકાર રાજ્યની 10 લાખથી વધુ મહિલાઓને લાભ આપશે રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે
**
*ધન્વંતરી આરોગ્ય રથમાંથી એક્સપાયરી ડેટવાળી દવાઓ મળી*
સુરતના પુણા ગામમાં મનપાના ધન્વંતરી આરોગ્ય રથમાંથી એક્સપાયરી ડેટવાળી દવાઓ મળી આવતા રોષ પ્રવર્તી રહ્યો છે. મનપાના કર્મચારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાનો આક્ષેપ સ્થાનિક કોંગી કોર્પોરેટર સુરેશ લુહારે કર્યો છે. એક્સપાયરી દવા અંગેની માહિતી મળ્યા બાદ સુરેશ લુહાર તેમજ અન્ય કોર્પોરેટર દિનેશ રાવલિયાએ ધન્વંતરી રથમાં તપાસ કરી.જે દરમ્યાન રથમાંથી મોટા પ્રમાણમાં એક્સપાયરી ડેટવાળી દવાઓ મળી આવી. શરૂઆતમાં ધન્વંતરી રથ પર ફરજ બજાવતા તબીબે તપાસ કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી. પરંતુ બંને કોર્પોરેટરોએ તપાસ કરી પાલિકાના કર્મચારીઓની બેદરકારીને ઉઘાડી પાડી. સમગ્ર મામલે તપાસ કરી કસૂરવારો સામે પગલા ભરવામાં આવે તેવી માંગણી કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી છે
**
*દેશમાં વર્ષ 2021ની શરૂઆતમાં કોરોનાની રસી આવે તેવી શક્યતા*
કોરોના રસી વર્ષ 2021ની પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે, તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ બાબતોના મંત્રી હર્ષ વર્ધને આજે જણાવ્યું હતું. કોરોનાની રસી ચોક્કસ કઈ તારીખે લોંચ કરવામાં આવશે તે નક્કી નથી, પણ આ રસી વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. હર્ષ વર્ધને એમ પણ કહ્યું હતું કે સરકાર વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન) અને ઉચ્ચ જોખમમાં કામ કરી રહ્યા છે તેમની કોવિડ-19 વેક્સીનેશનની ઈમર્જન્સી અધિકૃતતા માટે પણ વિચારણા કરી રહી છે. તે સર્વસંમતિ પર પહોંચ્યા બાદ જ આ અંગે પગલુ ભરવામાં આવશે.
**
*હાથમાં કમળનું ફૂલ લઈને કંગના રાજ્યપાલને મળી*
મુંબઈ કંગના રનૌતે આજે એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. કંગનાએ રાજ્યપાલ સાથે પોતાની મુંબઈ સ્થિત ઓફિસમાં BMCએ કરેલી તોડફોડ અંગે વાત કરી હોવાનું માનવામાં આવે છે.
**
*યૌન શોષણ કરનારો લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી ઝડપાયો*
સગીરાઓના યૌન શોષણનો આરોપી લંપટ શિક્ષક દોષિત ધવલ ત્રિવેદી ઝડપાઈ ગયો છે. ધવલ ત્રિવેદીની દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની આંતરરાજ્ય સેલે ધરપકડ કરી છે. તેના પર રૂપિયા પાંચ લાખનું ઈનામ હતું. ધવલ ત્રિવેદી બે વર્ષ પહેલા ચોટીલાની સગીરાને લઈને નાસી છૂટ્યો હતો.
**
*વડોદરા તાલુકાનાં PSI ASI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ*
વડોદરાનાં લક્ષ્મીપુરાની 7 વર્ષની છોકરીની છેડતી મામલે આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાએ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે લાલ આંખ કરી હતી. દુષ્કર્મના ગંભીર ગુનામાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ પીએસઆઇ પી.જે.ખરસાણ, મહિલા એએસઆઇ પુર્વીશાબેન, બિટ જમાદાર કોન્સ્ટેબલ રાજુભાઇ અને તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઓ ગલાભાઇને સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા પોલીસ વડાની કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ગુનામાં વડોદરા તાલુકા પોલીસે ભાવેશ પરમારની ધરપકડ કરી છે.
**
*આજથી 21 સપ્ટેમ્બર સુધી ખેડબ્રહ્મામાં લોકડાઉન*
અમદાવાદ ખેડબ્રહ્મા શહેર-તાલુકામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસને નિયંત્રિત કરવા લોકોનો નિર્ણય સાવચેતીના ભાગરૂપે ખેડબ્રહ્મામાં આજથી આઠ દિવસ તમામ બજારો દુકાનો બંધ રાખવા નિર્ણયફકત દૂધ – મેડિકલ, હોસ્પિટલ તથા સરકારી કચેરીઓ,શાળા-કોલેજો ચાલુ રહેશે ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે.
**
*કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું થયું નિધન પીએમએ દુખ વ્યક્ત કર્યુ*
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બિહારના પીઢ નેતા રઘુવંશ પ્રસાદ સિંહનું અવસાન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. જે બાદ તેને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા ચાર દિવસ વેન્ટિલેટર પર હતા રવિવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા
**
*સુરત મહાનગરપાલિકા તંત્ર પર ધુતરાષ્ટ્રની ભુમિકાનો આક્ષેપ*
સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે અત્યાર સુધીમાં હજારો જાહેરનમા બહાર પાડ્યા છે. હાલમાં સંક્રમણ અટકાવવા માટ અઠવા અને રાંદેર ઝોનના મોલ, શોપીંગ કોમ્પ્લેક્ષ સહિત લોકો ભેગા થાય તેવી જગ્યા વીક એન્ડમાં બંધ કરાવી છે.વરાછા અને સિમાડામાં જ્યાં લોકો વધુ ભેગા થાય છે તેવી જગ્યાને પણ નાકા બંધી કરવામાં આવી છે. પરંતુ રાજકીય પક્ષના કાર્યકરો ભેગા થાય છે તેની સામે કોઈ કામગીરી થતી ન હોવાની ફરિયાદ વધી રહી છે.
**
*આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફીરોજની ધરપકડ*
અમદાવાદમાં 1 કરોડના એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે દાણીલીમડાના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફીરોજ સહિત ચાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.ચોક્કસ બાતમી આધારે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા દાણીલીમડાનો એ.એસ.આઈ ફિરોઝ કેટલા સમયથી આ રેકેટ ચલાવતો હતો
**
*ટ્રેનમાંથી 31 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા*
અમદાવાદ, કાલુપુર રેલવે સ્ટેશને ત્રણ ટ્રેન દ્વારા આવેલાં કુલ 1713 મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવતાં 31 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. અગાઉના 388 માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળમાંથી 18માંથી નિયંત્રણ દુર કરાયા હતા.જયારે નવા 14 સ્થળ ઉમેરવામાં આવ્યા છે.
**
*૧૬ લાખની જૂની ચલણી નોટો સાથે એકની ધરપકડ*
દાહોદ ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામેથી જૂની ચલણી નોટો સાથે એક વ્યક્તિને પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક બાઇક સવાર યુવક ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે મુકેશ સુરસીંગ બારિયાને ૧૬ લાખ રૃપિયાની જૂની નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો
**
*કરોડોના પિસ્તાની લૂંટના પ્રકરણમાં પોલીસ દિશાવિહીન*
અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક ટ્રક રોકીને ૧.૪૪ કરોડના પિસ્તાની લૂંટ ચલાવાઈ હોવાની ઘટનાના પોલીસ દિશાવિહીન છે. તપાસનીસ અિધકારીના જણાવ્યા અનુસાર લૂંટ ચલાવનાર ચાર શખ્સો બુકાનીધારી હોવાથી તપાસમાં હજુ સુાધી કોઈ મહત્વની કડી મળી નથી.
**
*અંબાજી: ત્રિશુંલિયા ઘાટી પર અકસ્માતની ઘટનામાં વધારો*
રાજ્યના દાંતા ત્રિશુંલિયા ઘાટી પર અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 દિવસમા 3અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક ટ્રક પલટી ખાઈ ગયો હતો
**
*કંગના રનૌતના સમર્થનમાં સુરતના વેપારીએ પ્રિન્ટવાળી સાડી બનાવી*
સુરતના વેપારીએ કંગનાના મણિકર્ણિકા ફિલ્મની પ્રિન્ટની સાડી બનાવીકંગનાને સમર્થન કરતી સાડી બનાવી લાગણી લોકો સુધી પહોંચાડી સોશિયલ મીડિયા મારફતે કંગના પ્રિન્ટ સાડીના ઓર્ડર મળવા લાગ્યા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે
**
*સુરતમાં ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજ કૌભાંડ ઉજાગર કરાયું*
શહેરના વરાછા વિસ્તારમાં અનાજ માફીયાઓ દ્વારા ચલાવાય રહેલ કૌભાંડ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજાગર કરાયું છે. જોકે, આ સમગ્ર મામલો યેનકેન પ્રકારે દબાવી દેવાના પ્રયત્ન પુરવઠા અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યા છે.
**
*પૈસા બનાવનારા લેભાગુઓનો તોટો નથી ૨૧૦૦માં ઑનલાઇન પૂજા કરાવો*
ઇન્સ્ટાગ્રામ પર શક્તિપીઠ ડિજિટલ નામના પેજ પર ઑનલાઇન કોરોના વાઇરસ રાહત પૂજા ઑફર થઈ રહી છે.ઇન્સ્ટાગ્રામ પર શક્તિપીઠ ડિજિટલ નામના પેજ પર ઑનલાઇન કોરોના વાઇરસ રાહત પૂજા ઑફર થઈ રહી છે. મહામારીથી બચવાની રાહત પૂજા ઑફર થઈ રહી છે વેબસાઇટ પર તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શક્તિપીઠ ડિજિટલ નામના પેજ પર ઑનલાઇન કોરોના વાઇરસ રાહત પૂજા ઑફર થઈ રહી છે
**
*87 વર્ષીય વૃદ્ધને ડિફેન્સ ડિપાર્ટમેન્ટ રકમ ચૂકવેઃ હાઇકોર્ટ*
નવી દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ડીજીડીઇ વળતર ચૂકવ્યા વિના નાગરિકોની મિલકત લઇ શકે નહીં.પઠાણ કોટના એક ૮૭ વર્ષીય વ્યક્તિની જમીન પાંચ દાયકા અગાઉ વહીવટી તંત્રએ લઇ લીધા બાદ તેને વળતર ચૂકવવામાં નિષ્ફળ જનારા ડિરેક્ટરેટ જનરલ ઓફ ડિફેન્સ એસ્ટેટ્સ ડીજીડીઇને દિલ્હી હાઇકોર્ટે તે વ્યક્તિને રૂપિયા એક લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે.
**
*નવી શિક્ષણ નીતિ માર્કશીટનું દબાણ નાબૂદ કરવા માટે ઘડાઈ છે: મોદી*
નવી દિલ્હી ૨૦૨૨માં ભારતની આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થાય ત્યાર સુધીમાં નવી શિક્ષણ નીતિને અનુરૂપ અભ્યાસક્રમ તૈયાર કરવાની જરૂરિયાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શાવી હતી.૨૦૨૨માં ભારતની આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થાય ત્યાર સુધીમાં નવી શિક્ષણ નીતિને અનુરૂપ અભ્યાસક્રમ તૈયાર કરવાની જરૂરિયાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શાવી હતી
**
*2019મા પબજી ગેમએ એક મહિનામાં 15 કરોડની કમાણી કરી*
નવી દિલ્હી દેશમાં લગભગ 27 કરોડ લોકો મોબાઈલ પર અલગ-અલગ ગેમ રમે છે. પબજીએ ગયા મહિને આપણી પાસેથી 15 કરોડની કમાણી કરી છે. પબજીના ડાઉન લોડિંગમાં સૌથી વધુ ભાગીદારી ભારતની રહી છે. તાજેતરમાં જ પબજી ગેમ દેશમાં બેન કરાઈ છે દેશમાં મોબાઈલ ગેમિંગ સાથે સંકળાયેલી જરૂરી બાબતો 9000 કરોડ કમાણી થશે વિવિધ ગેમ કંપનીઓને મોબાઈલ ગેમ દ્વારા ભારતમાં ચાલુ વર્ષે 26.9 કરોડ વધુ મોબાઈલ ગેમર્સ હતા દેશમાં 2019માં. 2018માં આ આંકડો 25 કરોડ હતો. 60 મિનિટથી વધુ મોબાઈલ પર રોજ ગેમ રમે છે ભારતીય ગેમર 45%મોબાઈલ ગેમર્સ મહિલાઓ છે જ્યારે દેશના 30%થી વધુ ગેમર્સ 35 વર્ષથી વધુ વયના છે
*

TejGujarati