આ એ જ વ્યક્તિ છે જે પેટે પાટા બાંધતી માં ની કિંમત જાણે છે. – સુચિતા ભટ્ટ.. “કલ્પનાના સૂર”

આંતરરાષ્ટ્રીય ભારત રાજનીતિ સમાચાર

આ એ જ વ્યક્તિ છે જે પેટે પાટા બાંધતી માં ની કિંમત જાણે છે,

આ એ જ વ્યક્તિ છે, જે ઘરે ઘરે કામ કરવા જતી મા ની વેદના જાણે છે,

આ એ જ વ્યક્તિ છે જે દીકરાની સફળતા માટે દિવસ રાત પ્રભુને પ્રાર્થના કરતી મા ની આસ્થાને નમન કરે છે,

આ એ જ વ્યક્તિને પોતે ધારે તો પોતાની મા સાથે રહીને તેના પાછલા દિવસો સાનિધ્યમય બનાવી શકે છે પણ દેશ માટે મા એ આપેલ મા ના સંસ્કારને જાળવી રાખે છે,

પણ મિત્રો આંખમાં આસું આવી જાય તેવી વાત કહું તો.. આટલો મોટો દેશ તેના હાથમાં છે છતાંય પોતાની મા માટે મૂલ્યવાન સમય કાઢે છે..
હવે આ દીકરાને કોણ ના નમે??
આ દીકરા ને સફળતા ના શિખર સર કરતા કોણ રોકી શકે?

જય હો. માતૃભક્ત મોદીજી કી..
સુચિતા ભટ્ટ.. “કલ્પનાના સૂર”

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •