આત્મહત્યા શુ કામ કરવી?

સમાચાર

+જોયુને સુશાંતસિંહ આત્મહત્યા કરીને કેટલો હેરાન થયો? મર્યા પછી પણ રોજ મરવું પડે છે..
+જીવન ગમે ત્યારે પલટી મારી શકે છે રાહ જુઓ..
+ ફરી વાર ssc બોર્ડની પરીક્ષા આપવી પડશે. કાંઈ
સમજણ પડે છે.
+ પૂનઃ તમે અંબાણી અદાણી કે બચ્ચનના ઘરે જન્મ નથી
લેવાના.. ખોટા વહેમમાં ન રહો.. જીવી લો..
+આત્મહત્યા સમસ્યાનો અંત નથી સમસ્યાઓની
શરૂઆત છે
+આત્મહત્યા વખતે જેટલી તાકાત લાગે છે એનાથી
અડધા થી પણ ઓછી તાકાત મા તમે તમારી જિંદગી
બદલી શકો છો.
+સમસ્યાઓને સ્વિકારો.. તમારા માબાપે અનૈ પરિવારે
તમને સ્વિકાર્યા જ છે..
+એમાં કાંઈ મજા નથી.. મેદાન છોડવા કરતા ઝીરોએ
આઉટ થવુ વધારે સારુ. રમત પુર્ણ થયા પછી તમામ
ખેલાડીઓ મેદાન જ નહી.. સ્ટેડિયમ પણ છોડતા હોય છે
+જેને કરવી જોઈએ નથી કરતા તો તમારે શુ કામ કરવી
જોઈએ.
+તમારુ જીવતા રહૈવુ જ, તમારા દુશ્મનોને માટે એક
મોટી સજા છે..
+અમારો પક્ષ સત્તામાં આવશે તો અમે તમને મરવા નઇ
દઈએ(અને હા.. જીવવા પણ નહિ દઈએ)
+ આપધાતના તમામ વિચારો હમણાં તો કાઢી જ નાંખો.
એકવાર બિહાર ઇલેક્શન પતી જવા દો..
+આપધાતને કારણે દેશનો હેપીનેશ ઈન્ડૈક્ષ નીચો આવે છે
કેવળ તમારા જ કારણે…
+આત્મહત્યાનો કારણે સમાજમાં ગેરસમજ ફેલાય છે..
ખાસ કરીને તમે ગરીબ, ખેડુત કે મધ્યમ વર્ગના હોવ..
+તમારા આપધાતને કારણે તમારા
તમારા મા બાપના હાથમા લખાય જાય છે કે
એમનો દિકરો દિકરી ડરપોક હતા.
તમારા દિકરા દિકરીના હાથ ઉપર લખાય જાય છે
એમના મમ્મી કે પપ્પા ભાગેડુ હતા..
તમારા પતિ કે પત્નીના હાથ ઉપર લખાય જાય છે
તેઓ બાયલા હતા..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati