ગુજરાત ની મહિલા શકિતને આત્મનિર્ભર પગભર સ્વાવલંબી થવાના નવા દ્વાર ખોલી આપતા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી*

રાજનીતિ સમાચાર

ગાંધીનગર: *રાજ્યમાં પ્રથમ વાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખ થી વધુ માતાઓ બહેનોને રાજ્ય સરકાર અપાશે ઝીરો ટકા વ્યાજે લોન ધિરાણ*.. *આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ લીડ લેશે….પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ની રાજ્ય ની માતૃશક્તિ ને ભેટ આપશે શ્રી વિજયભાઈ રૂપાણી…કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા શક્તિ- માતા બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે…..રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મળશે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ….કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે….બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે… મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખ નું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે…મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ નું બેન્કો ને આ યોજનામાં જોડાવા આહવાન… બેન્કો સાથે ટૂંક સમયમાં યોજના માં જોડાવા અંગે ના એમ ઓ યુ કરશે રાજ્ય સરકાર… 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે…પ્રત્યેક જૂથને મળશે એક લાખનું લોન – ધિરાણ..પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •