રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

ભારત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
કોરોના મહામારીના કપરા સમયમાં આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમાં જિલ્લા વહીવટી તંત્ર,JCI નડિયાદ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નડિયાદનો સહયોગ મળ્યો. સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ માં જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગના શિક્ષક મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો.આ કાર્યક્રમ માં ખેડા જિલ્લાના કલેકટર શ્રી આઈ.કે પટેલ ,ખેડા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ પટેલ અને મહાગુજરાત હોસ્પિટલ નડિયાદ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી તેમજ JCI નડિયાદ ના સિસ્ટમ ઇન્ચાર્જ એવા શ્રી અનુપભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિતિ રહ્યા અને પ્રેરક ઉદબોધન કર્યું.

➡️ કલેક્ટર શ્રી આઈ કે પટેલ દ્વારા સમાજના નિર્માણ અને ઘડતરમાં શિક્ષકોનીવિશેષ ભૂમિકા અને સ્થાન વિશે વાત કરવામાં આવી અને ખેડા જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આ સેવાકાર્યને બિરદાવવામાં આવ્યું.

➡️ *જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા રક્તદાનના મહત્વ વિશે વાત કરવામાં આવી અને આ કોરોના મહામારી વચ્ચે રક્તદાન કરનાર શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય ના સંગઠન મંત્રીશ્રી અરુણભાઈ જોષી અને માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય ના સંગઠન મંત્રીશ્રી રાજેન્દ્રસિંહ રાઉલજી વિશેષ ઉપસ્થિત રહ્યા. આ સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન,વ્યવસ્થાપન અને અમલીકરણ માટે ખેડા જિલ્લા માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ના મહામંત્રી શ્રી પ્રકાશચંદ્ર ભટ્ટ, JCI નડિયાદ ના પ્રેસિડેન્ટ અને ખેડા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના ઉપાધ્યક્ષ એવા શ્રી મયુરીકાબેન રાજપૂત તથા પ્રા.શૈ.મહાસંઘના કોષાધ્યક્ષ શ્રી જયમીનકુમાર પટેલે સવિશેષ પ્રયત્નો અને મહેનત કરી હતી. રક્તદાન કરનારા તમામ શિક્ષકોને JCI નડીઆદ સંસ્થા દ્વારા તુલસીનો છોડ અને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી.


TejGujarati