”કોરોના વાઈરસ ઈમ્પેક્ટ ઓન સ્ટોકમાર્કેટ”

સમાચાર

”કોરોના વાઈરસ ઈમ્પેક્ટ ઓન સ્ટોકમાર્કેટ”

વિષય ઉપર વેબીનાર યોજાઈ ગયો.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલનાં નેજા હેઠળ “કોરોના વાઈરસ ઈમ્પેક્ટ ઓન સ્ટોકમાર્કેટ” વિષય ઉપર ૧૭મો વેબીનાર યોજવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને કારણે મંદીની અસર જોવા મળી રહી છે. જુદા જુદા સેક્ટર્સ ઓટોમોબાઇલ્સ, રીયાલ્ટી, ગારમેન્ટસ તથા ટુરીઝમ ઉપર ખુજબ ખરાબ અસર પડી છે. પરંતુ ફાર્માસ્યુટિકલ્સનો બીઝનેસ સારો ચાલ્યો છે. વિશ્વ મહામારીના કારણે ભયનો માહોલ ઉભો થયો છે. લોકોની માનસીકતા બદલાઈ રહી છે. તણાવયુક્ત જીવનને કારણે નકારાત્મક વાતાવરણ બન્યુ છે. આવા માહોલમાં માર્કેટમાં મંદીનું મોજુ ફરી વળ્યુ છે. પરંતુ આગામી સમયમાં એક હકારાત્મક અસર ઉભી થવાની પૂરી શક્યતા છે. લોકોનો પરચેસીંગ કેપેસીટી ઓછી થઇ હોવાના કારણે લીક્વીડીટી ઓછી થઇ છે. જો બેંકો ઓછા વ્યાજદર સાથે લોન આપે તો માર્કેટમાં ધીરે ધીરે પોઝીટીવ અસર જોવા મળી શકે છે. આ વેબીનારના મુખ્ય વક્તા બી એસ ઈ ઇન્સ્ટીટયુટના જુગલ શાહે તજજ્ઞ તરીકે વક્તવ્ય આપ્યુ હતું. આ વેબીનારમાં વિવિધ કોલેજોના પ્રિન્સીપાલ્સ, અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રશ્નોતરી ધ્વારા પોતાની સમસ્યાઓનું સમાધાન કર્યું હતુ

TejGujarati