સંક્રમિતોના મામલે વિશ્વમા ભારત દ્રિતીય સ્થાને આવતા પશુપંખીમા પ્રતિક્રિયા. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

સમાચાર

શાહમૃગ:શાહમૃગ ના ટોળાએ ક્ષણાર્ધ માટે રેતીમાંથી મ્હોં બહાર કાઢયું.. એકમેકના મ્હો સાથે જોયું. અને ફરીથી રેતીમા મ્હો ખોસી દીધું..
ઉલ્લુ. : જોયું ને.. ભારતને સુપરપાવર બનતા હવે કોઈ નહી રોકી શકે…
ગધેડાં:એક ગધેડો રિયા ચક્રવર્તીનો ફોટો મ્હો મા રાખીને ગુલકંદની મજા લઈ રહ્યો હતો.. બીજા અસંખ્ય ઘેંટા એની પાછળ પાછળ ચાલી રહ્યા હતા..
વાંદરા:એમના એક હાથમા ત્રાજવું અને બીજા હાથમા કોરોના વાયરસની રસીની ખબર હતી
બિલાડી:એકબીજાને સંક્રમિત કરી રહી હતી..
કાચબો:વેક્સિન પીઠ ઊપર લાદી યોગ્ય સમયની રાહ જોઈ એક બાજુ ઉભો હતો.
કીડી મકોડા:સ્વસ્થ હોવાનો ડોળ કરી રહ્યા હતા..
….. કયાંક દુરથી ફીડલ વાગવાનો અવાજ આવી રહયો હતો… અને અનેક પ્રાણીઓ એ સુરના તાલે રાસડા લેતા હતા..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati