*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *?તા. 04/09/2020- ?* *શુક્રવાર*

ભારત સમાચાર

*સુપ્રીમે આપી અંતિમ રાહત 2 મહિના સુધી બેન્ક ખાતુ NPA નહીં થાય*
લોન મોરટોરિયમ એટલે કે ચુકવણી અવધિની મુલતવી ના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે લોકોને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જે બેંક લોન ખાતું ઓગસ્ટ સુધીમાં એનપીએ જાહેર કરવામાં આવ્યું નથી તે ખાતાને આગામી બે મહિના સુધી એનપીએ જાહેર ન કરવું જોઈએ.
**
*સરકારે એફિડેવિટ આપી છે*
સરકારે લોન મુદત અંગે સુપ્રીમ કોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે. સરકારે સંકેત આપ્યો છે કે આ મુદત બે વર્ષ માટે લંબાવી શકાય છે. પરંતુ ફક્ત થોડા જ ક્ષેત્રોમાં તે મળશે. કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે, વ્યાજ પરના મુદ્દા અંગે રિઝર્વ બેંક નિર્ણય લેશે.
**
*પી.આઇ ડી.બી ગોહીલ,પી.એસ.આઇ ડી.એમ રબારી 10 દિવસના રિમાન્ડ પર*
વડોદરાનાં બહુચર્ચિત શેખ બાબુ હત્યાકાંડનાં તમામ 6 આરોપીઓનાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. સીઆઇડી ક્રાઇમમાં હાજર થયેલા તત્કાલીન PI PSI સહીત 6 આરોપીઓને વડોદરાની અદાલતમાં રજૂ કરાયા હતા બહુચર્ચિત શેખ બાબુ હત્યાકાંડનાં તમામ 6 આરોપીઓનાં કોર્ટે 10 દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા છે.
**
*સુરત શહેર પોલીસમાં પાંચ પીઆઇની આંતરીક બદલી*
સુરત પોલીસ કમિશનરે શહેર પોલીસમાં ફરજ બજાવતા પાંચ પીઆઇની આંતરીક બદલી કરી હતી. તે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ ગઢવીની જહાંગીરપુરા ખાતે બદલી કરી ક્રાઇમ બ્રાન્ચમાં લાલગેટ પોલીસ મથકમાંથી પીઆઈ રાઠોડ અને લાયસન્સ બ્રાન્ચમાંથી પીઆઈ વાગડીયાની નિયુક્તી કરી હતી.પોલીસ કમિશનર અજયકુમાર તોમરે શહેર પોલીસમાં ફરજ બજાવતા પાંચ પીઆઇની આંતરીક બદલીનો હુકમ કર્યો હતો.
**
*સરકારી નિવૃત્ત શિક્ષક પાસેથી બેનામી સંપત્તિ 1.26 કરોડ મળી*
રાજકોટ: અમરેલી ટીચર પાસેથી 1.26 કરોડ, ક્લાર્ક પાસેથી 1.33 કરોડની બેનામી સંપત્તિ મળી અમરેલી શીબાભાઈ વળિયા નિવૃત્ત ફિલ્ડ ઓફિસર, બેનામી સંપત્તિ 1.15 કરોડ અમરેલીની સરકારી સ્કૂલના શિક્ષકે 147 ટકા વધુ અપ્રમાણસર મિલકત વસાવી એસીબીએ કુલ ચાર સરકારી કર્મચારીઓ સામે ગુનો દાખલ કર્યો
**
*વડાપ્રધાન મોદીની વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક*
નવી દિલ્હી: વડાપ્રધાન રિલીફ ફંડ માટે બિટકોઈનમાં દાન માંગ્યુ, થોડી જ વારમાં ટ્વિટ ડિલીટ કરી; ટ્વિટરે કહ્યું- અમે ઝડપથી તપાસ કરીએ છીએ જુલાઈમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિ અને કંપનીઓના ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.
**
*મેરેજ ડ્રામા: લુંટેરી દુલ્હન લગ્ને લગ્ને કુંવારી*
વડોદરા કન્યાને પરણાવવાનો મેરેજ ડ્રામા ભજવીને વરરાજાના ખિસ્સા ખંખેરી લેવાનો અનોખો ખેલ પ્રકાશમાં આવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. વાત એવી હતી કે, થોડા સમય પહેલા કરચીયાના એક યુવકનું લગ્ન થયુ હતુ. લગ્ન કરનારો યુવક જાણતો ન હતો કે, તેનુ લગ્ન સાચુકલુ નહીં પરંતુ, એક ડ્રામાનો ભાગ છે. લગ્નના ત્રીજા દિવસે જ્યારે તેની પત્ની પિયરમાં જવાને બહાને દાગીના લઈને ફરાર થઈ ગઈ ત્યારે જ તેને ખબર પડી કે, તે છેતરાયો છે.
**
*ઉકાઇ ડેમ ભયજનક સપાટીથી માત્ર 7.70 ફૂટ દૂર*
સુરત ઉપરવાસમાં વરસાદ બંધ થતાં ઉકાઇ ડેમ ભરવાનું શરૂ કરાયું છે. હાલમાં ડેમમાં પ્રતિ સેકન્ડ 13.93 લાખ લિટર (49219 ક્યુસેક) પાણીની આવક થઇ રહી છે. જેની સામે હાઇડ્રો મારફતે પ્રતિ સેકન્ડ 4.96 લાખ લિટર 17528 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે.ઉકાઇ ડેમની સપાટી 337.31 ફૂટ નોંધાઇ હતી.
**
*ખેડૂતોને ૩૩ ટકાથી વધુ નુકસાન હશે તો જ સહાય મળશે*
ગાંધીનગર: ગુજરાતમાં ભારે વરસાદથી લગભગ તમામ ખેડૂતોના વાવેતરને પારાવાર નુકસાન થયું છે ત્યારે કોંગ્રેસ દ્વારા મંગળવારથી જ તાલુકા દીઠ પ્રવાસ કરીને ખેતીને થયેલા નુકસાનનો વર્તારો મેળવાની અને ખેડૂતોને તાકીદે સહાય ચૂકવાની માગણીના બીજા જ દિવસે સરકારે ૩૩ ટકાથી વધારે નુકસાન થયું હોય તેવા જ ખેડૂતોને વર્ષો જૂના નિયમ હેઠળ મળતી સહાય આપવાની જાહેરાત
**
*ગુજરાત રાજ્યમાં દસ્તાવેજોથી સરકારને 1400 કરોડની આવક થઈ*
રાજ્યમાં જમીન-મકાનના દસ્તાવેજોમાં ભારે તેજી જોવા મળી છે. લૉકડાઉન ખૂલ્યા બાદ દસ્તાવેજોની નોંધણીમાં ભારે ધસારો જોવા મળે છે.24 એપ્રિલથી 1 સપ્ટેમ્બર સુધીના પાંચ મહિનામાં જ રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કુલ 2,86,801 દસ્તાવેજો નોંધવામાં આવ્યા છે.
**
*બાયડના ધારાસભ્ય જશુભાઇ સહીત 15 કાર્યકરોની અટકાયત*
અમદાવાદ બાયડ ધારાસભ્ય જશુભાઇ પટેલ દ્વારા આયોજનના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સાથે કલેકટર કચેરીએ શર્ટ કાઢી રામધુન કરી વિરોધ દર્શાવતા પોલીસે ધારાસભ્ય સહીત ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી.બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ જીલ્લા આયોજન મંડળના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ
**
*સુરત: બેંક એકાઉન્ટ હેક કરી 1 કરોડથી વધુની છેતરપિંડી*
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. બે નાઇઝીરિયન સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુનીક કન્સ્ટ્રક્શનના બેંક ઓફ બરોડાના ભટાર રોડની શાખાનાં કરન્ટ બેંક એકાઉન્ટ તથા કેશ ક્રેડીટ બેંક એકાઉન્ટનો રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરી તેઓના બંને એકાઉન્ટમાંથી 1,71,80,012 અને અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી છેતરપીંડી કરવામાં આવી હતી.
**
*ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન અને કોઠારી સ્વામી સામે ફરિયાદ*
ભાવનગર બોટાદ જિલ્લાના અને ગઢડા તાલુકાના લક્ષ્મીવાડી મોટીબાના ઓટલા પાસે શૌચક્રિયા કરતા સાંખ્યયોગી મહિલાનો વીડિયો વાયરલ થતા ચકચાર સાથે વિવાદ ઉભો થયો હતો.જે મામલે સાંખ્યયોગી મહિલાએ ગઢડાના ગોપીનાથજી મંદિરના ચેરમેન અને કોઠારી સ્વામી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો છે
**
*છેડતી કેસ: ગજેરા નિર્દોષ જ હતા તો ખંડણી કેમ આપી?; શિક્ષિકા*
સુરત ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી ચુની ગજેરા સામે છેડતીની ફરિયાદ નોંધાયા બાદ આચાર્યએ વળતો ઘા કરીને શિક્ષિકા સામે રૂ.11 લાખની ખંડણીની અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પરંતુ આ ફરિયાદની સાથે જ વધુ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે કે જો ચુની ગજેરા સાચા જ હતા તો પછી શિક્ષિકાને 11 લાખ કેમ આપવામાં આવ્યા હતા? આ મામલે શિક્ષિકાનું કહેવું છે કે કેસ ન કરવા માટે મને 11 લાખની ઓફર આપવામાં આવી હતી પરંતુ મેં લીધા ન હતા.
**
*વીએનએસજીયુ: LLBની પરીક્ષા 21ને બદલે 14 સપ્ટે.થી લેવાશે*
સુરત વીએનએસજીયુએ એલએલબીની બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાના ટાઇમ ટેબલમાં ફેરફાર કર્યો છે. જે મુજબ પરીક્ષા 21થી નહીં પણ 14 સપ્ટેમ્બરથી લેવાશે. તે સાથે બે પરીક્ષા વચ્ચે એક રજા પણ અપાય નથી.
**
*ખેડા ભાજપે ટાંટિયાખેંચથી 3 પાલિકા ગુમાવવી પડી*
અમદાવાદ ખેડા જીલ્લાની પાંચ નગરપાલિકાઓમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપનો કારમો પરાજય થયો છે. પાંચેય નગરપાલિકાઓમાં અગાઉ ભાજપની સત્તા હતી. તેમાંથી ત્રણ પાલિકાઓમાં ભાજપની સત્તા ઝૂંટવાઈ ગઈ છે અને ખુદ ભાજપના જ સભ્યોએ પોતાના પક્ષને હરાવીને વિપક્ષ અને અપક્ષને સત્તા અપાવવામાં બળવાખોર ભૂમિકા ભજવી છે.
**
*ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે અંબાજી ખાતેથી પ્રવાસ પ્રારંભ કર્યો*
અંબાજી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા મુલાકાત યાત્રા આગળ વધી રહી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પોતાની પ્રથમ સૌરાષ્ટ યાત્રા પૂર્ણ કર્યા બાદ ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો છે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઉત્તર ગુજરાત ના સરહદી વિસ્તાર સહીતના સાત જેટલા જિલ્લાનો પ્રવાસ યાત્રાધામ અંબાજી ખાતેમાં અંબાના દર્શન કરીને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો

TejGujarati