આઈ વોન્ટ ટુ સ્ટડી, ટુ ! પાર્થિવી અધ્યારુ શાહ.

સમાચાર

શું સરકારની ‘ બેટી બચાવો – બેટી બચાવો ‘ યોજનાને અમુક શાળાઓનો જ ટેકો નથી ?

એક નાનકડી બાળકી પૂજા , ઉંમર ૫ વર્ષ .
હું મારું કામ કરાવવા વિક્રમભાઈ પાસે ગઈ હતી . આ નાનકડી બાળકી ત્યાં બાજુમાં ફુટપાથ પર ભણતી હતી . મારી નજર એની નોટબુક પર પડી . સરસ મઝાનાં બાળસહજ અક્ષરોમાં તે આંકનાં ઘડિયા લખતી હતી . એના મોઢા પર શાળાએ જવાની ખુશી વર્તાતી હતી .
મેં જરા વાત કરતાં કહ્યું , “ અરે વાહ , આને તો ભણવું અને શાળાએ જવું બહુ ગમતું લાગે છે ! “ મારું ટોપ ઓલ્ટર કરતાં કરતાં વિક્રમભાઈ બોલ્યા ,” બહેન , મને આ છોકરીની બહુ ચિંતા છે . અમારી પાસેથી હસતી હસતી શાળાએ જાય છે ને ત્યાં જઈને એટલું રડવા લાગે છે કે શાળાએથી અડધેથી તેને ઘરે લઈ આવવી પડે છે . “
મેં આશ્ચર્ય સાથે પૂછ્યું , “ કેમ શાળામાં શિક્ષકો સમજાવતા નથી એને ?”
વિક્રમભાઈએ ચિંતાતુર વદને કહ્યું ,” બહેન , તમને શું વાત કરું ? , અરે , શાળાનાં આચાર્ય બહેન અને બીજા શિક્ષકો જ પૂજાને ધમકાવી નાંખે છે . કહે છે કે તને ના પાડીએ છીએ તો પણ કેમ આવે છે ? બહેન , અમને અહીં ‘માફી ફી” માં એડ્મિશન મળ્યું છે , નહીં તો મેં ક્યારની એને અહીંથી ઊઠાવી લીધી હોત ! અને એમાં તો ટ્રાન્સફર પણ નથી મળતી એટલે જો એને બીજી શાળામાં મૂકીએ તો બહેન મારે ફીનાં પૈસાનું ટેન્શન થઈ જાય . બહેન , હું સવારથી સાંજ સુધી આ દરજીકામ કરું છું ને રાત્રે ૮ વાગ્યા પછી મોડી રાત સુધી રીક્ષા ચલાવું છું . મારો છોકરો છે, એ ચોથા ધોરણમાં ભણે છે , એની અને આની બંનેની ફીનાં પૈસાની વ્યવસ્થા કરવી મારે માટે ખૂબ અઘરું બની જાય છે .”
આ સાંભળીને મારાથી ન રહેવાયું . મેં એ શાળાનાં એ આચાર્ય બહેનને મળવા જવાનું નક્કી કર્યુ.
બીજા દિવસે હું એ શાળાનાં ( નામ નથી આપવું ) આચાર્ય બહેનને મળવા ગઈ .
એમનાં ઊધ્ધત વર્તનથી હું સડક થઈ ગઈ . એમનો એ નાનકડી બાળકી પ્રત્યેનો રવૈયો જોઈને મને થયું કે , આ બાળકીને જો આ જ શાળામાં કોઈ વગ લગાડીને પણ રખાવીશ તો પણ આ બધાં કહેવાતાં શિક્ષકો એને ચેનથી ભણવા નહીં જ દે . ત્યાં
આચાર્યની કેબિનની સામે જ ‘બેટી બચાવો- બેટી પઢીવો’નાં બોર્ડ પર મારી નજર પડી !!!
મેં કહ્યું , “ બહેન , તમે આ સૂત્ર સામે જ લગાવો છો પણ એનો અમલ નથી કરતાં ! બહેને લગભગ તાડૂકીને કહ્યું ,
“ અરે એ છોકરી બચશે તો એને ભણાવશો ને !!!!!!!!!”

અમુક કહેવાતી સરકારમાન્ય ખાનગી શાળાઓમાં ‘ માફી ફી’ નાં વર્ગ જુદા રાખવામાં આવે છે . એ બચ્ચાઓ સાથે અલગ વ્યવહાર કરવામાં આવે છે . એ લોકોનાં વાલીઓ સાથે એમનાં બાળકો માટે જબરજસ્તી પણ કરવામાં આવે છે . આ બાળકો પર માનસિક અસર પડે તે રીતે તેમને બીજા સામાન્ય બાળકો કરતાં ખરાબ વ્યવહાર કરવામાં આવે છે .
શું ‘ માફી ફી’ માં ભણતાં બાળકોને આટલો અન્યાય થાય એ યોગ્ય છે ?
આપણો ભદ્ર સમાજ આવા બાળકોની થોડી જવાબદારી ઊઠાવી લે તો કદાચ આપણી આવતીકાલ ચોક્કસ ઊજ્જવળ બને .

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply