30/8/2020
વડીલોની કલમે…સંગાથે::::’નારી’::::-ઝંખના અખિલેશસંસ્કૃતિ કહે, નારી સબળા છે,
સમાજ કહે, નારી અબળા છે,
ઈતિહાસ કહે, નારી શક્તિશાળી છે,
હા, જોશ છે, ઉમંગ છે, ત્યારે
ને અત્યારે, સાહિત્યે અમૃતાજી,
મહાશ્વેતાદેવીજી, સુરથી લતાજી,
દાક્તર બને આનંદીબાઈ, સ્ત્રી ને મુકત
વિચાર દે રોમશા,
ભારતના સંવિધાનેવિજ્યાલક્ષ્મીપંડિત, સરોજિનીનાયડુ, કોણ કહે
સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ?
હિમાલય ટોચે ગઈ, અરુણીમાં બનાવટી પગે!
તો ૨૬ વરસની રોશની નામ ગજવતી કોર્પોરેટ દુનિયામાં,
કુસ્તી, ક્રિકેટ, ફુટબોલ, રસોડે, નારી ના હારી, એને
નિર્ભયા બનાવે ભટકેલ જે
પડતી મુકો ચીરહરણને અગ્નિપરીક્ષાને,
ભટક્યા, બગડ્યા જે સહુ, દંડો, જાતે
જાગૃત નારી હું બનું, સ્વતંત્રતાની ઝંખના હું.-ઝંખના અખિલેશ?
